ખબર

હવે કોરોના ટ્રેનમાં પણ ઘુસ્યો, હવેથી ટ્રેનમાં સવાર બધા જ મુસાફરોની થશે તપાસ- જાણો વિગત

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે બીજા રાજ્યોમાંથી ગુજરાત આવેલા શ્રમિકો પાસે હવે રોજગારી નથી રહી, જેને પગલે હવે તેઓ કોઈને કોઈ રીતે પોતાના વતન પાછા ફરી રહયા છે. એવામાં તંત્રએ ગુજરાતથી બીજા રાજ્યોમાં જવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવી છે. પરંતુ હવે આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં કોરોના પોઝિટિવ હોવાના કેસ સામે આવી રહ્યા છે.

સુરતથી બરૌની પહોંચેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં સવાર એક યુવક કોરોનાથી સંક્રમિત મળી આવ્યો છે. આ વ્યક્તિ 6 મેએ સુરતથી બરૌની જવા રવાના થયો હતો. તેના કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ હવે આ શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં એ જ કોચમાં જમુઈ જિલ્લાના બીજા જે 15 મુસાફરો પણ સવાર હતા, તંત્ર દ્વારા તેમના સેમ્પલ એકઠા કરવામાં આવી રહયા છે અને તેમની પણ તપાસ કરવામાં આવશે.

Image Source

માહિતી અનુસાર, શ્રમિક ટ્રેન દ્વારા જમુઈ આવનારા બધા જ 15 મુસાફરોને ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ વ્યક્તિ મળી આવ્યા બાદ જમુઈના ડીએમએ બેગુસરાઈના ડીએમને પત્ર લખીને 15 લોકો વિશે જાણકારી આપી હતી. આ બધા જ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને એ જાકારી પણ ભેગી કરવામાં આવી રહી છે કે તેઓ કોના-કોના સંપર્કમાં આવ્યા છે. એ બધા જ લોકોને પણ જલ્દી જ ક્વોરેન્ટાઇનમાં મોકલી આપવામાં આવશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.