ખબર

કોરોનાના હાહાકાર વચ્ચે ગુજરાતમાં આવી ગુડ ન્યુઝ: અહીંયા કોરોનાના દર્દી ઝડપથી થઈ રહ્યાં છે રિકવર

કોરોનાને ગુજરાતમાં ભડકો કર્યો છે. ગુજરાતમાં વધુ 108 કેસ નોંધતા રાજ્યમાં પોઝિટિવ દર્દીની સંખ્યા 1851 પર પહોંચી ગઈ છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં કોરોનાનો પગપસેરો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં કુલ 1851 કેસોમાં 14 દર્દી વેન્ટિલેટર પર છે અને 1662 દર્દી સ્ટેબલ છે. આ ઉપરાંત 67 દર્દીઓના મોત અને 106 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

પરંતુ હજી ગુજરાતના અમુક જિલ્લાઓ એવા છે જેમાં કોરોનાના કેસો નોંધાયા બાદ પણ પરિસ્થિતિ અન્ય જિલ્લાઓની સરખામણીમાં સારી છે. જેમાં પોરબંદર, ભાવનગર, પાટણ અને ગાંધીનગરમાં કોરોનાના દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યાં છે.

Image Source

સરકારે જાહેર કરેલા કોરોનાને માત આપેલા દર્દીઓના આંકડા પર નજર કરીએ તો પોરબંદરમાં અત્યારસુધી 3 કેસ નોંધાયા છે જેમાં ત્રણેય દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરમાં કોરોનાના કુલ 32 કેસ પૈકી 16 દર્દીઓ રિકવર થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 17માંથી 10 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. જ્યારે પાટણમાં 15 દર્દીઓમાંથી 11 દર્દીઓ સાજા થયા છે.

Image Source

સુરતમાં સિવિલ સિવિલ હોસ્પિટલના બમરોલીમાં રહેતા 40 વર્ષીય મહિલાનો ફાઈનલ રિપોર્ટ નેગેટિવ આવતા આજે રજા આપવામાં આવી હતી. પાંડેસરા ડી-માર્ટના કર્મચારી એવા પુત્ર મંગેશ વનારેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ માતા સત્યભામાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Image Source

જણાવી દઈએ કે, સુરતમાં અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ 11 દર્દી સાજા થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.