ખબર

આપણા દેશમાં ફરી ફાટ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધધ કેસ અને અચાનક જ…

કોરોનાએ 3 મહિનાનો રેકોર્ડ તોડ્યો, જાણો સમગ્ર વિગત

ભારતમાં કોરોનાનો હાહાકાર ખૂબ જ વધી રહ્યો છે અને વધતા કોરોના સંક્રમણે તો લોકોની અને તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે. કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 28 હજારને પાર થતાં છેલ્લા 3 મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની રીપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 28,903 કેસ સામે આવ્યા છે અને 188 લોકોના મોત થયા છે. જો કે, 17,741 લોકો કોરોનાથી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના કુલ કેસની સંખ્યા હવે વધીને 1 કરોડ 14 લાખ 38 હજાર 734 થઇ ગઇ છે. તેમજ અત્યાર સુધી 59 હજાર 44 લોકો મોતને ભેટ્યા છે. જયારે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2 લાખ 34 હજાર 406 થઇ ગઇ છે.

ભારતમાં કુલ 3 કરોડ 50 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇને પીએમ મોદીએ આજે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક બોલાવી છે.

ICMRએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 16 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,92,49,784 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 9,69,021 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

દેશમાં કોરોનાથી મોતનો દર 1.39% છે, જયારે રિકવરી રેટ 97% છે. કોરોનાના એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું સ્થાન 11મું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા અનુસાર ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. દુનિયામાં અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ રિકવરી થઇ છે.