ખબર

ઘાતક કોરોનાનો નવો સ્ટ્રેન, આ બે લક્ષણો દેખાય તો હોઈ શકે છે કોરોના, જાણો

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. વર્ષ 2020ની સરખામણીએ 2021માં કોરોનાની આ નવી લહેર વધુ ઘાતક જોવા મળી રહી છે. મોદી સરકારે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધર્યું છે તેમ છતાંયે કોરોના વાયરસ અનેક લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યો છે. કોરોના વાયરસ સમયાંતરે પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. સાથે કોરોનાના દર્દીઓના લક્ષણો પણ બદલાઈ રહ્યાં છે.

પ્રતિકાત્મક તસવીર

SGPGI અને KGMU સહિત અનેક કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને જોવામાં અને સાંભળવામાં પરેશાની થઇ રહી છે. ડોકટર્સએ જણાવ્યુ કે, અહીં કેટલાક એવા દર્દીઓ છે જેમને બંને કાનમાં સંભળાવાનું ઓછુ થઇ ગયુ છે. આ ઉપરાંત ઓછુ દેખાવવાની પણ ફરિયાદ છે. એક્સપર્ટનું કહેવુ છે કે, ગંભીર સ્થિતિ થવા પર કોરોના શરીરના કેટલાક અંગો પર અસર કરે છે.

પ્રતિકાત્મક તસવીર

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનાએ જે રીતે પોતાનું રૂપ બદલ્યું છે ત્યારબાદ ચિંતા વધી ગઈ છે. કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવું જ હવે એકમાત્ર ઉપાય છે. જો કે નવા વેરિએન્ટમાં રાહતના સમાચાર એ છે કે નવો સ્ટ્રેન સારી ઈમ્યુનિટીવાળા દર્દીને વધુ સમય સુધી પરેશાન કરી શકતો નથી. 5-6 દિવસમાં તે સાજા થવા લાગે છે.

પ્રતિકાત્મક તસવીર

RML હોસ્પિલ, લખનઉમાં મેડિસિન ડિપાર્ટમેન્ટના ચીફ ડોક્ટર વિક્રમ સિંહે કહ્યું કે કોરોના વાયરસનો બીજો સ્ટ્રેન લોકોને ઝડપથી બીમાર કરી રહ્યો છે. આવામાં દર્દીઓને ઝાડા ઉલ્ટી, ગેસ, અપચો, એસિડિટી, શરીરનો દુખાવો, જકડાઈ જવું અને સાંભળવામાં મુશ્કેલી જેવી સમસ્યા થઈ રહી છે.