ખબર

કોરોના સંકટમાં પણ ભારત માટે આવ્યા સારા સમાચાર, કોરોના જલ્દી ગાયબ થઇ જશે? રિસર્ચમાં થયો દાવો

આખા વિશ્વ પર કોરોના વાયરસ કહેર વરસાવી રહ્યો છે. ભારતમાં અત્યારે સુધીમાં 35 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે અને અત્યાર સુધીમાં 1185 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. હજુ પણ કોરોના સંક્રમણના નવા કેસ સામે આવી જ રહયા છે. ત્યારે તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટ અનુસાર, ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

આ રિપોર્ટમાં ભારતમાં કોરોના વાયરસનો રોગચાળો જલ્દી જ ખતમ થઇ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પબ્લિક પોલિસી (MSEPP)ના રિપોર્ટમાં એવી શક્યતાઓ જણાવવામાં આવી છે કે ભારતમાં 21 મે સુધીમાં કોરોનાના નવા કેસ આવવાનું બંધ થઇ જશે.

Image Source

સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના રાજ્યોમાં 7 મેથી કોરોના વાયરસના નવા કેસ આવવાનું બંધ થઈ જશે. જો કે વધુ વસ્તી ધરાવતા રાજ્યોએ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. રાજ્ય સરકારો તરફથી ઉઠાવેલા પગલાને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રી નીરજ હાતેકર અને પલ્લવી બેલહેકરે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

આ અગાઉ સિંગાપુરની એક યુનિવર્સિટીએ પણ એક રિસર્ચમાં દાવો કર્યો હતો કે મે મહિનાના અંત સુધીમાં કોરોના ભારતમાંથી ખતમ થઈ શકે છે. તેમના મતે આ દાવો દર્દીના સાજા થવા અને સંક્રમિત થવા પર આધારિત છે.

Image Source

અર્થશાસ્ત્રી નીરજ હાતેકર અને પલ્લવી બેલહેકરે જણાવ્યું કે ભારતમાં 21 મે સુધીમાં એક પણ નવો કેસ નહીં આવે. તેમના મત મુજબ, દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનનો ફાયદો મળી રહ્યો છે. કોરોનાના ડેટાનો અભ્યાસ કર્યા બાદ તેમને એવી આશા વ્યક્ત કરી છે કે 21 મે સુધીમાં કોરોનાની ઝડપ ઘટી જશે.

જયારે એક તરફ કોરોના વાયરસને કારણે આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે અને જો આ દાવો સાચો પડે તો ભારત આખી દુનિયા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બની શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.