ખબર

છાતીમાં દુઃખાવા થવાથી લઈને યાદશક્તિ ઓછી થવી, ખુબ જ ખતરનાક છે કોરોનાની આ બીજી લહેર, જુઓ લક્ષણો

જો માથામાં દુખતું હોય કે પછી આ લક્ષણો હોય તો થઇ જાવ સાવધાન, કોરોનાનું નવું રૂપ છે ખુબ ભયાનક

સમગ્ર વિશ્વરભરમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે. બીજી લહેરની અંદર બાળકોથી લઈને યુવાનો પણ તેની ચપેટમાં આવી રહ્યા છે તો ઘણા કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે જેમાં વ્યક્તિ કોઈપણ જાતના લક્ષણો વિના પણ પોઝિટિવ આવી રહ્યો છે. અને ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.

Image Source

કોરોનાની બીજી લહેરની સૌથી ભયાનક વાત એ છે કે તેના લક્ષણો સતત બદલાઈ રહ્યા છે. ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર દરમિયાન ઘણા લક્ષણ હતા. જે ક્લાસિક સિમ્પટમ્સની શ્રેણીમાં હતા. જેવા કે શરદી-તાવ અને ગંધ અને સ્વાદ ચાલ્યો જવો. તો આ બીજી લહેરની અંદર આ લક્ષણો ઉપરાંત પણ બીજા ઘણા લક્ષણો આવી ગયા છે. જેના કારણે દર્દીને ખબર જ નથી પડતી કે તે કોરોના સંક્રમિત છે અને આ રીતે જ સંક્ર્મણ ફેલાઈ રહ્યું છે.

Image Source

આંખોની અંદર લાલિમા અથવા ગુલાબીપણું કોરોનાનું નવું લક્ષણ માનવામાં આવે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ થઇ ચુક્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે ચીનમાં થયેલા એક અભ્યાસમાં ખબર પડી છે કે કોરોના દર્દીની આંખો પ્રભાવિત થાય છે. તેના લક્ષણ કન્જક્ટિવાઈટિસ એટલે કે આંખોના સંક્ર્મણની દેખાય છે. જેના કારણે આંખોનું લાલ થવય, પાણી આવવું, ખંજવાળ કે જલન થવી. એવામાં આંખોની કોઈ સમસ્યા માનીને કે કોઈ ડ્રોપ નાખીને નજર અંદાજ કરવું  ભારે પડી શકે છે. આ કંજનકટીવાઈટિસ ઉપરાંત કોરોના સંક્ર્મણ પણ હોઈ શકે છે.

Image Source

આ દરમિયાન વાયરસનો હુમલો ડાયરિયા, પેટમાં મરોડ, ઉલ્ટી થવી અથવા પેટમાં ખુબ જ દુઃખાવો થવો પણ કોરોના સંક્ર્મણના સંકેત આપે છે. આવી સમસ્યા જો જણાતી હોય તો ડોક્ટરની સલાહ પહેલા લેવી.

Image Source

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે કોરોનાનો નવો વેરિયંટ કાનની સમસ્યાને ટ્રીગર કરતો જોવા મળી રહ્યો છે. જર્નલના રિપોર્ટ અનુસાર કાનમાં દુઃખાવો થવો કે સાંભળવાની એકાએક સમસ્યા થવી જેવા લક્ષણો લગભગ એક બે નહીં પરંતુ 56 ટકા નવા દર્દીઓમાં જોવા મળ્યા છે.

Image Source

medRxivના એક રિપોર્ટ પ્રમાણે લાંબા સમય સુધી કોરોનાથી બીમાર રહેવા વાળમાં બ્રેન ફોગની સમસ્યા જોવા મળી રહી છે. એટલે કે તે ભ્રમિતનો શિકાર બને છે અને મામૂલી વાતો ભૂલવા લાગે છે. તેનો અસર સ્થાઈ હોય છે કે અસ્થાઈ એ વિષય ઉપર હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે.

Image Source

કરોનાનું મ્યુટેશન હૃદયની સમસ્યાઓને પણ જન્મ આપતો જોવા મળી રહ્યો છે. અમેરિકી સાયન્સ મેગેજીન જામ કોર્ડિયોલોજીમાં છપાયેલા એક અભ્યાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે અનુસાર લગભગ 78 ટકા જેટલા કોરોના દર્દીઓ અને તેણથી રિકવર થઇ ચૂકેલા લોકોમાં કાર્ડિયેક સમસ્યા જોવા મળી છે. જેમાંથી 60 ટકા લોકોમાં માયોકાર્ડિયલ ઇન્ફ્લમેશન જોવા મળ્યું છે. જેના લક્ષણો હૃદય રોગ સાથે મળે છે. જેવા કે છાતીમાં દુખાવો, થાક, શ્વાસ ફૂલવા.

Image Source

હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કોરોનાનું નવું વેરિયંટ શરીર ઉપર અલગ અલગ રીતે હુમલો કરે છે. નવો સ્ત્રેણ બહુ જ સંન્ક્રામક છે અને શ્વસન તંત્ર ઉપર ઝડપથી કબ્જો કરી લે છે, તેનાથી માઠાં દુઃખાવા જેવી સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. જે પહેલા નહોતી. એજ કારણ છે કે કોરોનાના જુના લક્ષણોની તુલના કરીને વ્યક્તિ પોતાને સ્વસ્થ માની બેસે છે અને તપાસ નથી કરાવતો અને આ સંક્ર્મણ તેના કારણે જ ઝડપથી ફેલાય છે.