ખબર

ખરાબ સમાચાર: આપણા પ્રિય મિત્ર દેશે ભારતીયોના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ, આ છે કારણ

કોરોના વાયરસની મહામારી વચ્ચે કુવૈત દ્વારા એક મોટી ખબર સામે આવી છે, જેણે ભારતીય કાર્યક્રરોની ચિંતા વધારી દીધી છે. કુવૈત દ્વારા ભારતીય કાર્યકરોના પ્રવેશ પર બૈન લગાવવામાં આવ્યો છે.

Image Source

કોરોના સંકટને લીધે માર્ચ મહિના પછીથી જ કુવૈતએ આંતરરાષ્ટ્રીય વિમાનો પર પાબંધી લગાવી હતી, પણ સાઢા ત્રણ મહિના પછી આ બૈન હટાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. એક  ઓગસ્ટથી વિમાની સેવાને ફરીથી શરૂ કરવામાં આવશે,પણ ભારત સહીત કુલ સાત દેશો માટે વિમાની સેવા બંધ જ રાખવામાં આવી છે. એટલે કે ભારતીય કાર્યકરો કુવૈતમાં પ્રવેશ કરી શકશે નહીં.

Image Source

કુવૈત સરકાર દ્વારા ગુરુવારના રોજ ઘોષણા કરવામાં આવી હતી કે 1 ઓગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, ઈરાન, બાંગ્લાદેશ અને ફિલિપિન્સથી આવનારા લોકોને છોડીને બાકીના અન્ય દેશોમાં રહેનારા કુવૈતી નાગરિકો કે પ્રવાસી કાર્યકરો આવ-જા કરી શકશે.

Image Source

કુવૈત સરકારના આવા નિર્ણય પર સૌથી વધારે અસર તે ભારતીય કાર્યકરો પર પડશે, જેઓ કોરાનાને લીધે કુવૈતથી ભારત આવ્યા હતા અને અહીં જ ફસાઈ ગયા. આવા કાર્યકરોની નોકરી પણ હવે ખતરામાં પડી શકે છે. એવામાં ઘણા કાર્યકરોના વિઝા પણ ખમત થવા પર છે અને કુવૈત સરકારના આવા નિર્ણયને લીધે તેના વિઝા રીન્યુ થવા પણ મુશ્કિલ છે.

જણાવી દઈએ કે દક્ષિણ એશિયાના આ જ દેશોમાં કોરોના વાયરસના મામલાઓ છે અને મોટાભાગના મજૂરો અને કાર્યકરો કુવૈત અહીં થી જ જાય છે. કુવૈતના આ નિર્ણય પર હજી સુધી આધિકારિક સ્વરૂપે ભારતીય વિદેશ મંત્રાલયનો જવાબ સામે આવ્યો નથી.

Image Source

કુવૈતની ‘નેશન અસેમ્બલી’ની કાનૂની અને વિધાયિ સમિતિએ પ્રવાસી કોટા બિલ ડ્રાફ્ટ તૈયાર કરવાની અનુમતિ આપી હતી. જેના આધારે વિદેશથી આવીને કુવૈત કામ કરનારા લોકોની સંખ્યાને સીમિત કરવામાં આવશે.

Image Source

બિલમાં પ્રસ્તાવ હતો કે કોઈપણ દેશથી આવેલા લોકોની જનસંખ્યા કુવૈતની કુલ જનસંખ્યાના 15 ટકાથી ઓછી હોવી જોઈએ. કુવૈતમાં હાલ 15 લાખ જેટલા ભારતીઓ રહે છે, જો આ બિલ પાસ થઇ જાય તો લગભગ 8 લાખ ભારતીઓને કુવૈતથી ભારત પાછું આવવું પડી શકે તેમ છે.

Image Source

29 જુલાઈ સુધીના આંકાડાના આધારે, કુવૈતમાં કોરોના વાયરસના લગભગ 66 હજાર કેસ છે. જેમાના 400 થી પણ વધારે લોકોની મૃત્યુ થઇ ચુકી છે અને 50,000 થી વધારે લોકો કોરોનાને હરાવીને રિકવર થઇ ચુક્યા છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.