ખબર

ઓહ બાપ રે… અમેરિકામાં એક દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ આંક પહોંચ્યો અધધ… મોતનો આંકડો સાંભળીને વિશ્વાસ નહીં આવે

હાલ કોરોનાએ દુનિયાભરમાં તબાહી મચાવી દીધી છે. અમેરિકામાં કોરોનાનો સૌથી વધુ કહેર જોવા મળે છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 6 લાખથી વધુ છે.

Image Source

અમેરિકામાં દરરોજ કોરોના વાયરસના સંક્રમિત લોકોના મોતની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. અમેરિકામાં ખતરનાક કોરોના વાયરસથી છેલ્લા 24 કલાકમાં 4491થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જે દેશમાં અત્યાર સુધીમાં કોરોના જેવી મહામારીથી એક દિવસમાં મરનારની સંખ્યા સૌથી વધુ છે.

Image source

કોરોના સંક્ર્મણથી 4491થી વધુ લોકોએ મોતનો આંકડો ત્યારે જ સામે આવ્યો જયારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં દાવો કર્યો કે અમેરિકામાં ખરાબ સમય વીતી ચુક્યો છે.

જોન હોપકિન્સ યુનિવર્સીટીના આંકડા મુજબ, અમેરિકામાં કોરોનાવાયરસથી છેલ્લા 24 કલાકમાં 4491 લોકો મૃત્યુ પામ્યા છે. તો બુધવારે એક જ દિવસમાં 2288 લોકોના જીવ ગયા હતા. મોત પામનારની સંખ્યા બુધવાર અને ગુરુવારે પણ વધી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસથી ડેલી મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે,અમેરિકામાં કોરોના વાયરસનો સૌથી ખરાબ સમય વીતી ચુક્યો છે.

Image Source

જણાવી દઈએ કે, કોરોના વાયરસથી અમેરિકમાં 6 લાખ 78 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. 34 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાયરસથી મોત થયેલા આંકડામાં કોઈ પણ દેશનો સૌથી વધુ આંકડો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.