ખબર

ભારતમાં કોવિડે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું, 24 કલાકમાં બધા જ રેકોર્ડ તોડી નાખ્યા…હવે આંકડો આટલો પોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી જ રહયા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 7466 નવા કેસ સામે આવ્યા છે અને 175 દર્દીઓના મૃત્યુ થયા છે.આ નવા કેસ સામે આવતાની સાથે જ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1.65 લાખને પાર થઈ છે. નોંધનીય છે કે મૃત્યુના કિસ્સામાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે અને એશિયામાં સૌથી વધુ મોતના કેસમાં ભારત બીજા નંબરે છે.

Image Source

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 1,65,799 થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4706 લોકોના મોત થયા છે, જયારે 71105 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. જયારે હાલ એક્ટિવ કેસોની સંખ્યા 89987 છે. છેલ્લા એક અઠવાડિયામાં રોજ 6000થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. પહેલીવાર એવું બન્યું છે કે એક જ દિવસમાં સામે આવનારા કેસોની સંખ્યા 7000ને પાર કરી ગઈ હોય. સાથે જ જો રિકવરી રેટની વાત કરીએ તો 42.88 ટકા પર પહોંચી ગયો છે.

Image Source

ગુરુવારે મુંબઈમાં કોરોના વાયરસના નવા 1438 કેસની સાથે જ અહીં કુલ કેસોની સંખ્યા 35,000ને પાર કરી ગઈ છે. કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,982 લોકો મૃત્યુ પામ્યા છે તો ગુજરાતમાં મૃત્યુઆંક 960 પર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશમાં 321 લોકો, દિલ્હીમાં 316 લોકો, પશ્ચિમ બંગાળમાં 295 લોકો, રાજસ્થાનમાં 180 લોકો

ઉત્તરપ્રદેશમાં 197 લોકો, તામિલનાડુમાં 127 લોકો, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 57 લોકો, કર્ણાટકમાં 44 લોકો, પંજાબમાં 40 લોકો, જમ્મુ કાશ્મીરમાં 24 લોકો, હરિયાણામાં 17 લોકો, બિહારમાં 13 લોકો, ઓરિસ્સામાં 7 લોકો, કેરળમાં 6 લોકો, હિમાચલમાં 5 લોકો, ઝારખંડ, ઉત્તરાખંડ, ચંદીગઢ તથા આસામમાં 4-4 લોકોના મોત થયા છે. મેઘાલયમાં 1નું મોત થયું છે.ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક એડવાઈઝર ડોક્ટર સાહેબ કે વિજય રાઘવને આજે પ્રેસ કોન્ફરસમાં કહ્યુ કે, કોવિડ-19 માટે દેશમાં વેક્સીન બનાવવાનો પ્રોસેસ ઝડપથી ચાલી રહી છે અને ઓક્ટોબર સુધી અમુક કંપનીઓને તેના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચવામાં સફળતા મળી શકે છે. વધુમાં કહ્યું કે, વિશ્વભરમાં વેક્સીન બનાવવાની ચાર પ્રક્રિયા છે. ભારત આ ચારેય પદ્ધતિનો ઉપયોગ કોવિડ 19 માટે વેક્સીન બનાવવામાં કરી રહ્યું છે.

વધુમાં ડો. રાઘવને કહ્યુ, કેટલિક કંપનીઓ એક ફ્લૂ વેક્સીનના બેકબોનમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી રહી છે. ઘણી સ્ટાર્ટઅપ અને કેટલાક એકેડમિક્સ પણ વેક્સીન બનાવવાની પ્રોસેસ માં લાગી ગઈ છે. સાથે વિદેશી કંપનીઓ સાથે વેક્સીન બનાવવામાં ભાગીદારી નિભાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કેટલિક વિદેશી કંપનીઓની સાથે અમે આગેવાની કરી રહ્યાં છીએ જ્યારે કેટલિકની આગેવાનીમાં અમે યોગદાન આપી રહ્યાં છીએ.વધુમાં તેમણે જણાવ્યું કે જનરલી કોઈ પણ વેક્સીન બનાવવામાં 10-15 વર્ષ લાગી જાય છે અને તેનો ખર્ચ 20- 30 કરોડ ડોલર સુધી આવે છે. કારણ કે કોવિડ 19 માટે એક વર્ષમાં વેક્સીન ડેવલોપ કરવાનું લક્ષ્ય છે, તેવામાં ખર્ચ વધીને 20 અબજથી 30 અબજ ડોલર થઈ શકે છે.

હવે અમારી કોશિશ છે કે 10 વર્ષને ઘટાડીને બસ 1 વર્ષમાં વેક્સીન ડેવલોપ કરી દઈએ. ત્યારે અમારે ઘણા મોરચા પર એક સાથે આગળ વધવુ પડશે. તેમાં રેગ્યુલેટરી લેવલથી લઈને ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમને ઝડપી કરવી પડશે અને ત્યારે ખર્ચ વધીને 2થી 3 અબજ ડોલર થઈ શકે છે.


ગુજરાતમાં અમદાવાદમાં 16, વડોદરા-3, કચ્છ, પાટણ, અને સુરેન્રનગરમાં એક એક મરણ આજ રોજ કોવિડ-19નાં કારણે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ 960 મરણ થયેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.