કોરોનાથી ‘ડરો’ ના ! આ 5 ટિપ્સથી પોતાને કરી લો આઈસોલેટ

0

હાલ જયારે આખું વિશ્વ કોરોના વાયરસના ડર હેઠળ જીવી રહ્યું છે અને લાખો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે, હજારો લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે ઘણા લોકો આ વાયરસનો ચેપ લાગ્યા બાદ યોગ્ય સારવાર બાદ સ્વસ્થ પણ થયા છે. જો કે હજુ સુધી આ વાયરસની કોઈ જ રસી કે દવા શોધાઈ નથી, અને ખૂબ જ ઓછા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાઈ રહ્યો છે.

Image Source

એવા વખતમાં જો તમને પોતાનામાં આ વાયરસના લક્ષણો દેખાય છે તો તમે પોતાના પરિવારને અને બીજા લોકોને આનાથી સલામત રાખવા માટે એટલું તો કરી જ શકો કે સેલ્ફ આઇસોલેશનમાં જતા રહો. પણ સાથે જ એ વાત પણ અગત્યની છે કે જયારે તમે આઇસોલેશનમાં હોવ ત્યારે શું કરવું જોઈએ, તો આજે આપણે એ વિશે જ વાત કરીશું –

Image Source

એક જ રૂમમાં રહો – સેલ્ફ આઇસોલેશન માટે ઘરના કોઈ જ એક જ રૂમમાં રહો અને સુનિશ્ચિત કરો કે તમારી જરૂરિયાતની બધી જ વસ્તુઓ આ જ રૂમમાં હોય, જેમ કે જો રૂમમાં જ ટોયલેટ પણ હોય તો સારું. આ રૂમની દરેક વસ્તુઓ માત્ર તમે જ વાપરો, બીજા કોઈને અડવા દેશો નહિ. બહારની કોઈ વ્યક્તિને અંદર ન આવવા દો, અને હંમેશા માસ્ક લગાવીને જ રાખો. દર 6-8 કલાકે આ માસ્ક બદલો અને માસ્કનો યોગ્ય નિકાલ કરો. દર થોડી વારે હાથ સાબુથી ધોવો અને સેનિટાઈઝર પણ વાપરી શકો છો.

Image Source

ઘરના માત્ર એક જ વ્યક્તિ સાથે સંપર્કમાં રહો – જો જરૂર પડે તો ઘરની કોઈ એક જ વ્યક્તિને તમારા રૂમમાં આવા દો અને એ સમયે પણ બની શકે તો 3 મીટરનું અંતર રાખો. સાથે જ એ સુનિશ્ચિત કરો કે જે વ્યક્તિ તમારા રૂમમાં આવે એ માસ્ક અને ગ્લવ્ઝ પહેરીને આવે અને તમારી કોઈ વસ્તુને ન અડે. સાથે જ એ વ્યક્તિ ગ્લવ્સ કાઢયા પછી સાબુથી હાથ પણ ધોવે.

Image Source

દૂર રાખો બીજા સભ્યોને – સેલ્ફ આઇસોલેશન વખતે ઘરના બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલા કે બીજા બીમાર વ્યક્તિ તમારા સંપર્કમાં ન આવે એ વાતનું ખાસ ધ્યાન રાખો. તેમને પણ શક્ય એટલી વાર હાથ ધોવાનું કહો અને સેનિટાઈઝર પણ વાપરવાનું કહો. સુનિશ્ચિત કરો કે તમારી અડેલી વસ્તુઓને તેઓ ન અડે.

Image Source

માસ્ક અને કપડાંનો યોગ્ય નિકાલ – તમે જે વસ્તુઓ ઉપયોગમાં લીધી હોય જેમ કે કપડાં, ચાદર, વાસણ આ બધું જ બીજા સભ્યોના સીધા સંપર્કમાં ન આવે એ વાતનું ખાસ ધ્યાન રાખો. આ સિવાય તમે વાપરેલા વાસણો ગ્લવ્સ પહેરીને જ ધોવાય તેની કાળજી રાખો. અને એ વાસણો બીજા કોઈ ન વાપરે એ વાતનું પણ ધ્યાન રાખવું.

Image Source

બહારથી ફૂડ મંગાવવા પર ઓનલાઇન પે કરો – જો તમે આઇસોલેશનમાં હોવ અને તમે બહારથી ખાવાનું મંગાવ્યું હોઉં તો જરૂરી છે કે તમે એ માટે ઓનલાઇન પેમેન્ટ કરો અને ડિલિવરી આપનારને ઘરના દરવાજા પર જ તમારું ખાવાનું મૂકીને જવાનું કહો જેથી કોઈ પણ બીજી વ્યક્તિ સાથે સીધો સંપર્ક ટાળી શકાય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.