આવું થઇ જાય છે કોરોના વાયરસના દર્દીનું શરીર, જાણીને ધ્રુજી ઉઠશો

0

જીવલેણ કોરોના વાયરસથી આજે આખું વિશ્વ ડરી રહ્યું છે અને વિશ્વના ઘણા દેશો સુધી આ વાયરસ પહોંચી ચુક્યો છે. આ વાયરસથી ચીનમાં થયેલા મૃત્યુનો આંકડો 1300ને પાર કરી ચુક્યો છે અને લગભગ 45,000 લોકો આ વાયર્સનીઓ ઝપેટમાં આવી ચુક્યા છે.

આ બધાની વચ્ચે કોરોનાથી ચેપી લોકોના ફેફસાની કેટલીક X-Ray તસ્વીરો સામે આવી છે, જેને જોઈને તમે ચોંકી જશો. કોરોના વાયરસની ઝપેટમાં આવેલા દર્દીના શરીરની હાલત જાણીને કોઈની પણ આત્મા ધ્રુજી ઉઠશે.

Image Source

હકીકતે, ચીનના લંન્ઝાઉ સ્થિત એક હોસ્પિટલમાં કોરોના વાયરસથી ચેપી 33 વર્ષીય એક દર્દીની છાતીનો એક્સ-રે લેવામાં આવ્યો, જેઅ પછી ચોંકાવનારી તસ્વીરો સામે આવી. ડોક્ટરોએ જોયું કે સાર્સની જેમ જ કોરોના વાયરસના પણ લક્ષણો જોવા મળી રહયા છે. જર્નલ ઓફ રેડિયોલોજી અનુસાર, ડોકટરો દ્વારા આપવામાં આવેલા એસેક્સ-રે રિપોર્ટમાં ફેફસાના નીચેના ભાગમાં કેટલાક ડાઘ જોવા મળ્યા છે, જેને ડોક્ટરોએ ground glass opacity જણાવી છે.

Image Source

રેડીયોલોજીસ્ટ જણાવ્યું કે આ ડાઘને ઝૂમ કરીને જોવામાં આવ્યું તો કોઈ કાચના ટુકડા જેવું જોવા મળ્યું, જે સાબિત કરે છે કે ત્યાં કોઈક પ્રવાહી ભેગું થઇ ગયું છે. ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે ભલે ન્યુમોનિયા અને કોરોનાવાયર્સના લક્ષણો એક જેવા જ દેખાય છે પણ ન્યુમોનિયાની સરખામણીમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાય છે અને અને એન પર એન્ટિબાયોટિક પણ બેઅસર સાબિત થઇ રહયા છે.

Image Source

કોરોના વાયરસના લક્ષણો –

કોરોના વાયરસથી ચેપી વ્યક્તિમાં શરૂઆતમાં લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે અને આ દરમ્યાન ચેપી વ્યક્તિને તાવ આવે છે અને થાક વધુ લાગે છે. આ સિવાય સૂકી ખાંસી થાય છે અને ડાયેરિયા પણ થઇ જાય છે. વ્યક્તિને ગળામાં તકલીફ થવા લાગે છે અને આ પછી ફેફસામાં પ્રવાહી ભરાઈ જાય છે. અને ઓક્સિજન પહોંચી શકતો નથી. આ પછી કિડની ખરાબ થઇ જાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે.

જર્મનીના કેટલાક વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કોરોના વાયરસ પર એક અભ્યાસ કર્યો છે, અત્યાર સુધીમાં બે ડઝનથી વધુ અધ્યયનને વાંચ્યા પણ છે, પછી તેઓને જાણવા મળ્યું છે કે કે કોરોના વાયરસને કેવી રીતે ખતમ કરી શકાય છે. આ ખતમ કરવાની રીતમાં સૌથી પહેલું છે સ્વબચાવ. તેને ડિસઇન્ફેક્ટન્ટની મદદથી ખતમ કરી શકાય છે.

Image Source

આ અભ્યાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ 30 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાનમાં અસહજ થઇ જાય છે, જેમ-જેમ તાપમાન વધે છે તેમ તેમ વાયરસ નિષ્ક્રિય થઇ જાય છે. એટલે કે 30 ડિગ્રી કે તેથી વધુ તાપમાનમાં કોરોના નબળો પડી જવા લાગે છે.

એક અહેવાલ અનુસાર, કોરોના વાયરસને એક જ મિનિટમાં આલ્કોહોલથી ખતમ કરી શકાય છે. જયારે બ્લિચની મદદથી 30 સેકન્ડમાં કોરોના ખતમ કરી શકાય છે. જર્મનીના વૈજ્ઞાનિકો અનુસાર બીજા ફલૂ કરતા કોરોના ચારગણા વધારે સમય સુધી જીવી શકે છે. સામાન્ય ફલૂના વાયરસ 2-3 દિવસ જીવે છે પણ કોરોના વાયરસ ચાર ગણું વધારે જીવી શકે છે.

Image Source

કઈ રીતે ફેલાય છે કોરોના વાયરસ – કોરોના વાયરસથી ચેપી વ્યક્તિ જયારે બીજા વ્યક્તિના સંપર્કમાં આવે તો આ વાયરસ ફેલાય છે.

કોરોના વાયરસથી કેવી રીતે બચવું – કોરોના વાયરસથી બચવા માટે હાઇજીન બનાવી રાખવી ખૂબ જ જરૂરી છે, પોતાની આસપાસ સાફ-સફાઈ રાખો. ખાંસવા દરમ્યાન મોં પર રૂમાલ કે ટીશ્યુ રાખો અને પછી એ ટિશ્યુને કવર કરીને કચરાના ડબ્બામાં ફેંકી દો. સમય-સમય પર હાથ સાબુથી ધોતા રહો. માસ્કનો ઉપયોગ કરો અને ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.