ખબર

ઘાતક બની રહેલી કોરોનાની બીજી લહેરમાં બાળકોને કેવી રીતે સાચવવા ? આ લક્ષણો દેખાય તો તરત જ ચેતી જજો

કોરોનાની બીજી લહેર વિશ્વભરમાં હાહાકાર મચાવી રહી છે, વળી આ કોરોનાની બીજી લહેરમાં હવે બાળકો પણ ચપેટમાં આવી રહ્યા છે. બાળકો માટે આ બીજી લહેર ખુબ જ ખતરનાક બની રહી છે. ત્યારે આ દરમિયાન કેવી કાળજી રાખવી અને બાળકોમાં કેવા લક્ષણો દેખાય તો ચેતવું જોઈએ તે જાણવું ખુબ જ જરૂરી છે.

કોરોનાની આ બીજી લહેરમાં જયારે બાળકો તેની ચપેટમાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવો સ્ટ્રેન બાળકોના ઈમ્યુન સિસ્ટમને ખરાબ કરી શકે છે જેના કારણે તેઓ જલ્દી બીમાર થઈ શકે છે.

કેવી રીતે શિકાર થાય છે બાળકો કોરોનાનો ?
બાળકોમાં સંક્ર્મણ ફેલાવવા માટે બાળકોનું બહાર નીકળવું,  શાળા અને કૉલેજનું ખુલી જવું, લોકો સાથે વધારે મળવું, ગ્રુપમાં રવુ, ખરાબ હાઇજીન અને માસ્ક ના પહેરવું, સોસાયટીમાં અને ગાર્ડનમાં રમવું જેવા કારણ જવાબદાર હોઈ શકે છે.

કેવા લક્ષણો દેખાય તો સાવચેતી રાખવી?
બાળકોમાં તાવ, માથું દુઃખવું, કફ, શરીર પર ખંજવાળ આવવી, કોવિડ ટોઝ,  આંખ લાલ થવી, શરીર અને સાંધામાં દુઃખાવો, મીચલી, પેટની અંદર બળતરા થવી, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલની તકલીફ, ફાટેલા હોઠ, થાક, સુસ્તી, સ્કીનનો રંગ ચેન્જ થવો, ભૂખ ન લાગવી, ઉલ્ટી, વધારે પ્રમાણમાં તાવ, સ્કીન પર સોજા, મોઢામાં ચાંદા પડવા જેવા લક્ષણો દેખાય તો તરત જ સાવચેતી રાખવી જોઈએ.

તો બાળકોમાં કોરોનાના લક્ષણોને લઈને સિવિલ હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચારુલ મહેતા જણાવ્યુ કે, “બાળકોમાં ભૂખ ઓછી થઈ જવી, ચીડિયાં પણું, ઝાડા-ઉલટી પણ કોરોનાનાં લક્ષણો છે. જેમાં ઘણી વખત બાળકોમાં લક્ષણો ન હોય અને અન્યના સપર્કમાં આવે તો તે સુપર સ્પ્રેડર બની શકે છે. તેની સાથે બાળકો માતા-પિતાને ફોલો કરતા હોય છે. જેથી પેરેન્ટ્સ જ બાળકોમાં કોરોના પ્રોટોકોલ સમજાવે અને તે પ્રમાણે ઘરમાં અનુસરે તો બાળકોમાં સમસ્યા અંકુશમાં રાખી શકાય છે.”