કોરોનાના કેસમાં દરરોજ વધારો થતો જાય છે. દેશમાં કોરોનાનો આંકડો 158,333 પહોંચ્યો છે. દેશ્માં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમા છે. આ બાદ લાગી રહ્યું છે કે, મુંબઈ બાદ ચેન્નાઇમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયા છે. મેડિકલ એક્સપોર્ટના જણાવ્યા અનુસાર ચેન્નાઈમાં સ્થિતિ વણસી શકે છે. ચેન્નાઈમાં એક જ દિવસમાં 509 કેસ નોંધાયા છે.

જો ચેન્નાઇની આ સ્થિતિ જ રહી તો જૂનના અંત સુધીમાં 2 લાખ કેસ થવાની સંભાવના છે. અને આ સાથે જ 1400 લોકોના મોત થઇ શકે છે.

ચેન્નાઈમાં છેલ્લા કેટલાક દિવસથી એક સરખી માત્રામાં નવા કેસ નોંધ્યા છે. ટેસ્ટની સંખ્યા ઓછી કરવામાં આવી છતાં કેસનું પ્રમાણ વધુ હોય ચિંતાનો વિષય બન્યો છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજીના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. પ્રભાદીપ કૌરના જણાવ્યા અનુસાર, છેલ્લા અઠવાડિયાથી શહેરમાં રોજના 500 કેસ આવી રહ્યા છે. કઈ રીતે રોજેરોજ નવા કેસોનો આંકડો સરખો જ રહે છે તે શોધવું ખૂબ જ જરુરી છે.

ચેન્નૈમાં જે વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે તેમાં 20 લાખ જેટલા લોકો રહે છે. જો ચેપગ્રસ્ત લોકોને ટેસ્ટ કરી આઈસોલેટ ના કરાયા તો 10 ટકા વસ્તી સુધી વાયરસ પ્રસરી જશે.

મહારાષ્ટ્ર બાદ કોરોનાના સૌથી વધુ કેસ તમિલનાડુમાં છે. ગઈકાલે માત્ર ચેન્નૈમાં જ 509 નવા કેસો નોંધાયા હતા. તમિલનાડુમાં અત્યારસુધી 17,728 કેસો નોંધાઈ ચૂક્યા છે, અને 9,342 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 118 રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.