ખબર

કોરોના અપડેટ: 109 દિવસમાં 1 લાખ, છેલ્લા 15 દિવસ 2 લાખ કેસ અને છેલ્લા 5 દિવસમાં 50 હજાર કેસ

દેશમાં કોરોનાની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. દેશમાં કોરોનાના વધતા આંકડો ચિંતાનો વિષય બન્યો છે. વિશ્વમાં 7,093,121 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

Image Source

દેશમાં 258,090 આંકડો પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કારણે 7,207 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સૌથી વધારે 85,975 કેસ માત્ર મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 3,060 મોત થયા છે.

Image Source

તમિલનાડુ 31,667 કેસ સાથે બીજા નંબરે છે અને અહીંયા 272 લોકોના મોત થયા છે. રવિવારે બીજા દિવસે પણ 10 હજારથી વધારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 10 786 દર્દી વધ્યા હતા. શનિવારે 10 હજાર 428 પોઝિટિવ મળ્યા હતા. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 85 હજારને પાર થઈ ગઈ હતી.

Image source

લોકડાઉનમાં ઢીલ આપ્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખતા કેરળના કોચ્ચિમાં તંત્રએ તૈયારી વધારી દીધી છે.

Image Source

જણાવી દઈએ કે, 30 જાન્યુઆરીએ ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો. 100 કેસોનો આંકડો પહોંચવામાં 15 માર્ચ સુધીનો સમય લાગ્યો હતો. પછીના 64 દિવસોમાં કેસની સંખ્યા એક લાખને પાર કરી ગઈ હતી. ભારતમાં 1 લાખ કેસ થતા 109 દિવસ લાગ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.