ખબર

અહીંયા એક બિલ્ડીંગમાં મળ્યા કોરોનાના 58 પોઝિટિવ દર્દી, બિલ્ડિંગના લોકો ફફડી ઉઠ્યાં

દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. કોરોનના કેસમાં વધારો થતા લોકડાઉન 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે.

Image Source

દિલ્લીના એક વિસ્તાર સાઉથ-વેસ્ટમાં એક બિલ્ડિંગમાં એક દિવસ પહેલા 41 કેસ સામે આવ્યા હતા. હવે આ બિલ્ડીંગમાંથી વધુ 17 લોકો પોઝિટિવ આવ્યા છે. અહીં એક બિલ્ડિંગમાંથી 58 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે.

41 લોકો કોરોનથી સંક્રમિત થયા બાદ સાઉથ વેસ્ટ કલેકટર રાહુલ સિંહે જણાવ્યું હતું કે, એક જ બિલ્ડીંગમાં જે લકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે એક જ ટોયલેટનો ઉપયોગ કરતા હતા. અહીં વધારે લોકો હોય મકાન નાના-નાના છે. વધુ લોકો એક સાથે રહેતા હોય સોશિયલ ડિસ્ટેંસીન્ગ ફોલો કરી શક્યા ના હતા.

Image Source

આ વિસ્તારમાં 18 એપ્રિલે પહેલા મામલો સામે આવતા આ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી હતી. પ્રસાશન દ્વારા બતાવવામાં આવ્યું હતું કે, દિલ્લી-નોયડાની લેબમાં વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પ્રસાશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પોઝિટિવ આવેલા બધા લોકોમાં લક્ષણ જોવા મળ્યા ના હતા.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.