ખબર

દેશમાંથી કોરોના વેક્સિનની ચોરીનો પહેલો મામલો આવ્યો સામે, આ હોસ્પિટલમાંથી આટલા ડોઝ થઇ ગયા ચોરી

કોરોનાનું સંક્ર્મણ દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે. ત્યારે ભારતમાં પણ કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. આ દરમિયાન સરકાર દ્વારા વધુમાં વધુ કોરોનાની વેક્સિન લોકો લે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં વેક્સિનની ચોરીનો મામલો સામે આવ્યો છે.

રાજસ્થાનની રાજધાની જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કો-વેક્સિનના 320 ડોઝની ચોરી થઇ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અજ્ઞાત ચોર વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એ પણ તપાસ કરાવવામાં આવશે કે ક્યાંક વેક્સિનને અવૈધ રૂપે લગાવવાનું રેકેટ તો સક્રિય નથી થઇ ગયું ને?

કોરોના વેક્સિનની ચોરીનો આ દેશભરમા પહેલો મામલો સામે આવ્યો છે. ખાસ વાત તો એ છે કે જયારે સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી ત્યારે જે જગ્યાએ વેક્સિન ચોરી થઇ હતી ત્યાંનો સીસીટીવી જ કામ નહોતો કરી રહ્યો. એવામાં શંકા સેવાઈ રહી છે કે હોસ્પિટલમાં જ કોઈની મિલી ભગતથી આ આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે.