ખબર

અમદાવાદમાં કોરોનાનો વિચિત્ર કિસ્સો આવ્યો સામે, 35 દિવસ પછી પણ ચેપ હજુ દૂર થયો નથી..જાણો વિગત

આખા રાજ્યમાં અમદાવાદ કોરોના બાબતે હોટસ્પોટ બની બની ગયું છે દિવસને દિવસે અમદાવાદમાં કેસનો વધારો જોતાઆગામી સમય માટે ખતરાની ઘંટી સમાન છે. અમદાવાદમાં 45 કેસ નોંધાતા આંકડો 590 પર પહોંચી ગયો છે.  તો અત્યારે રાજ્યમાં આંકડો 1300+ની વધુ પહોંચી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ આજે આ કોરોના વિશે હકીકત જણાવીને મોટો વિસ્ફોટ કર્યો છે.

Image Source

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે એક મોટી હકીકત લોકોને અહીં હતી. વિજય નહેરાએ કહ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનો પહેલો દર્દી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. 35 દિવસ પછી પણ ચેપ હજુ દૂર થયો નથી. આવો કેસ ભારતમાં કોરોના વાયરસનો આવો કેસ નોંધાયો નથી. આ પોઝિટીવ દર્દીની જાણ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે.

Image source

વધુમાં કહ્યું હતું કે, અમદાવાદમાં સામે ચાલીને કેસ શોધતા ઘણી સફળતા મળી છે. એક મહિનામાં 500 કેસ શોધવામાં આવી છે. એલ જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર અને નર્સના આજે નવા પાંચ કેસ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભારે ગભરાહટનો માહોલ છે. દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટરને કોરોના થયો હતો.ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના પોઝિટીવ આવ્યો છે. ગુરુવારે એલ જી હોસ્પિટલમાંથી લેવાયેલા 100 સેમ્પલ માંથી 5 પોઝિટિવ આવ્યા છે. હજુ 50 સેમ્પલના રીપોર્ટ આવાના બાકી છે.

Image Source

જણાવી દઈએ કે, વિશ્વના સૌથી વધુ ટેસ્ટ કરનારા ગ્રુપમાં અમદાવાદ પહોંચી ગયું છે. તો ગુલબાઈ ટેકરામાં કોરોનાના 7 પોઝિટિવ કેસ વિશે પણ તેમને વિગતવાર હકીકત જણાવી હતી. 12 હજાર લોકો ક્લસ્ટર ક્વોરન્ટાઈન કર્યા હોવાની વાત સ્વીકારી હતી.

કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના કારણે દેશના મોટાભાગના રાજ્યોના ઘણા શહેરોમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ અને સુરતના મોટાભાગના વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે હવે એક બીજા ખાસ સમાચાર રાજકોટથી આવી રહ્યા છે. રાજકોટમાં પણ કેટલાક વિસ્તારોમાં આજે માધ્ય રાત્રિથી કરફ્યુ લગાવવામાં આવશે. સીએમઓ સચિવ અશ્વિની કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુની જાહેરાત કરી છે તમેને જણાવ્યું હતું કે: “જંગલેશ્વરમાં કેટલાક લોકો દ્વારા લોકડાઉનના નિયમનો ભંગ કરવામાં આવતો હતો જેના કારણે આજે મધ્યરાત્રીથી જ કરફ્યુ અમલમાં રહેશે. ” રાજકોટના તંત્ર સાથે બેઠક યોજીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Image Source

અમેરિકામાં દરરોજ કોરોના વાયરસના સંક્રમિત લોકોના મોતની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. અમેરિકામાં ખતરનાક કોરોના વાયરસથી છેલ્લા 24 કલાકમાં 4491થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જે દેશમાં અત્યાર સુધીમાં કોરોના જેવી મહામારીથી એક દિવસમાં મરનારની સંખ્યા સૌથી વધુ છે. કોરોના સંક્ર્મણથી 4491થી વધુ લોકોએ મોતનો આંકડો ત્યારે જ સામે આવ્યો જયારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં દાવો કર્યો કે અમેરિકામાં ખરાબ સમય વીતી ચુક્યો છે. જોન હોપકિન્સ યુનિવર્સીટીના આંકડા મુજબ, અમેરિકામાં કોરોનાવાયરસથી છેલ્લા 24 કલાકમાં 4491 લોકો મૃત્યુ પામ્યા છે. તો બુધવારે એક જ દિવસમાં 2288 લોકોના જીવ ગયા હતા. મોત પામનારની સંખ્યા બુધવાર અને ગુરુવારે પણ વધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.