કોરોના વાયરસની મહામારી આખી દુનિયામાં ફેલાયેલી છે, અને દુનિયાભરના મોટાભાગના વિસ્તારો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. ભારતના પણ મોટાભાગના વિસ્તારોમાં કોરોના પહોંચી ગયો છે પરંતુ એક એવી જગ્યા છે જ્યાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને ત્યાંના લોકો આ મહાદેવની કૃપા માને છે, અને મહાદેવને કોરોના મહાદેવ નામ પણ આપ્યું છે.
મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં ચિચોલી કસ્બામાં હજુ સુધી કોરોના વાયરસની મહામારી નથી પહોંચી, અહીંયાના લોકોનું માનવું છે કે આ મહાદેવની કૃપાના કારણે થયું છે. અને તેજ તેમને આ મહામારીમાંથી બચાવી રહ્યા છે. આ મહાદેવને કોરોના મહાદેવ તરીકે ઓળખવમાં આવે છે અને તેમનું મંદિર ચિચોલી થાણા પરિસરમાં આવેલું છે.

અહીંયા 31 મેના રોજ રિટાયર્ડ થયેલા એક થાનપરભારીએ મંદિરની અંદર મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી હતી, ત્યારબાદ ગામના લોકોએ મહાદેવના આ મંદિરનું નામ કોરોના મહાદેવ રાખી લીધું છે. અહીંયા લોકો પૂજા કરવા માટે આવે છે અને ભગવાનને કોરોના વાયરસથી બચાવવા માટેની પ્રાર્થના પણ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.