ખબર

દેશમાં કોરોનાના કેસમાં નોંધાયો થોડો ઘટાડો, એક શુભ સમાચાર આવ્યા- જાણો વિગત

દેશમાં કોરોનાએ આતંક મચાવ્યો છે અને કોરોનાની બીજી લહેર ઘાતક પણ સાબિત થઇ રહી છે તેેવામાં દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. શનિવાર દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે થોડા રાહતના સમાચાર આવ્યા હતા. રવિવારે કેસ ઘટીને ત્રણ લાખ 68 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક જ દિવસમાં 3417 લોકોના મોત થયા છે. જ્યારે 3 લાખ 732 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,68,147 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,99,25,604 પર પહોંચ્યો છે. જેમાંથી 16,29,3003 દર્દી રિકવર થયા છે. જો કે હજુ પણ દેશમાં 34,13,642 લોકો સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,00,732 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 3417 લોકોના કોરોનાથી મોત થયા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 15,71,98,207 લોકોનું રસીકરણ કરાયું છે.

પ્રતિકાત્મક તસવીર

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

પ્રતિકાત્મક તસવીર

દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં અહીં 56647 નવા કેસ આવ્યા છે તો સાથે જ 669 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 6 લાખ 68 હજાર 353 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. આ સમયે 51 હજાર 356 લોકોએ કોરોનાને માત આપી છે.