ખબર

કોરોના ના કહેર વચ્ચે ઉગ્યો સોનાનો સૂરજ, કોરોનાની દવા ટૂંક સમયમાં થશે….

હાલ સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહી છે. ભારતમાં કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે.કોરોના રસી શોધવામાં ઘણા દેશો તનતોડ મહેનત કરે છે. આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે.

Image source

ભારતમાં જ તૈયાર થયેલી કોરોનાની દવા હવે લોન્ચ માટે તૈયાર છે. આ દવાની ખાસિયત એ છે કે, આ દવા ખુબ જ સસ્તી અને ખુબ જ પ્રભાવી છે. આ ફેવિપિરાવિર (Favipiravir) દવા ભારતીય કંપની સીપલાએ તૈયાર કરી છે જેને ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે.

Image source

એક નિવેદન મુજબ, મૂળ જાપાનની ફૂજી ફાર્મા કંપની દ્વારા વિકસિત કરવામાં આવેલી આ દવાના ટ્રાયલ દરમિયાન સારા પરિણામો મળ્યા છે. તો મીડિયા રિપોર્ટ અનુસાર, સીપલાએ આ દવાનું નિર્માણ પણ શરૂ કરી દીધું છે.

આ કંપનીએ ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI) પાસેભારતીય બજારમાં દવા લોન્ચ કરવાની મંજૂરી માંગી છે. CSIR-IICRના ડાયરેક્ટર એસ.ચંદ્રશેખરએ જણાવ્યું હતું કે, આ દવા ટેકનિક ખુબ સસ્તી અને પ્રભાવી છે. તેની મદદથી સિપલા ઓછા સમયમાં વધુ દવાઓનું ઉત્પાદન કરી શકશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.