ખબર

આ પદ્ધતિના ઈલાજથી કોરોના દર્દી સજા થઇ રહ્યા છે, ભારતે દુનિયામાં વગાડ્યો ડંકો- જાણો વિગત

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અને મહામારીના ઈલાજ માટે દરેક નવા-નવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહી છે. કોરોના સંક્રમિતને પ્લાઝ્મા થેરેપીથી ઠીક કરવાની ચર્ચાઓ વચ્ચે રવિવારે રાહતભરી ખબર આવી છે. પ્લાઝમા થેરેપીનો ઉપચાર ઠીક કરવાથી દેશનો પહેલો દર્દી ઠીક થઇ ગયો છે.

દિલ્લીની મેક્સ હોસ્પિટલમાં 4 એપ્રિલથી સારવાર હેઠળ રહેલા 49 વર્ષીય દર્દી પ્લાઝમા થેરાપી બાદ ઠીક થઇ જતા તેને રજા આપવામાં આવી છે. આ થેરાપીથી કોરોનના સંક્રમિત દર્દીઓના ઈલાજ અને ડોકટરો અને વિશેષજ્ઞ વચ્ચે ઉમ્મીદ જાગી છે.

Image Source

સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલના ડોકટરોએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતુંકે કે, આ દર્દી વેન્ટિલેટર પર હતો. પરંતુ પ્લાઝમા થેરાપીથી તેની હાલતમાં સુધારો થતા તેને રજા આપી દેવામાં આવી છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમિત થયા બાદ દર્દીને નિમોનિયા થઇ ગયો હતો. જેને લઈને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરિવારજનોની મંજૂરી બાદ પ્લાઝમા થેરેપીથી ઉપચાર કરવાનું ટ્રાયલ શરૂ કર્યું હતું.

Image Source

તો બીજી તરફ દિલ્લીના લોકનાયક હોસ્પિટલમાં પાંચ દર્દીઓ ટ્રાયલ શરૂ કર્યું હતું. ત્રણ દર્દીઓ સ્થિત સુધાર જોવા મળી રહ્યો છે. દિલ્લી સરકારની ઘોષણા બાદ લોકનાયક હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાથી સંક્રમિત લોકો પર ટ્રાયલ શરૂ થઇ છે.

પહેલા ચાર દર્દીઓ આમાં સામેલ થયા હતા. આઈએલબીએસ હોસ્પિટલમાં પ્લાઝ્મા લીધા બાદ લોકનાયક હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તેઓની ઓફર કરવામાં આવી રહી છે. એઈમ્સના ઝજ્જર ખાતે એનઆઈસીમાં દાખલ દર્દી કે જે વેન્ટિલેટર પર છે તેને પ્લાઝ્મા આપવામાં આવી રહ્યો છે. પ્લાઝ્મા તબલીગી જમાતના વ્યક્તિ દ્વારા આપવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.