ખબર

સામે આવ્યો નવો રિપોર્ટ…તો તમે બસ 10 મિનિટમાં જ તમે થઇ શકો છો કોરોનાનો શિકાર

વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવીને રાખ્યો છે અને આની હજુ સુધી કોઈ દવા કે રસી મળી નથી. ત્યારે સરકાર, ડોક્ટર, અને વૈજ્ઞાનિકો બની શકે તો ઘરે જ રહેવાની અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની સલાહ આપી રહયા છે. કારણે કે જેટલા લોકોથી દૂર રહેશો એટલા જ સુરક્ષિત રહેશો. કોરોના વાયરસની કોઈ રસી કે દવા નથી બની એટલે આના સિવાય કોરોના વાયરસને હરાવવાનો દુનિયામાં બીજો કોઈ ઉપાય નથી.

કોરોના પોઝિટિવ દર્દીના શરીરમાંથી નીકળતા દ્રવ્ય જેવા ટીપા, જેમ કે છીંક અને ખાંસીના ટીપા, કે બોલતા સમયે થૂંક નીકળી જવું, શ્વાસ લેતા સમયે પણ ટીપા હવામાં નીકળી જાય છે, જેના સંપર્કમાં આવવાથી સ્વસ્થ વ્યક્તિને પણ કોરોના થઇ શકે છે. એક નવા રિસર્ચના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ખાંસી અને છીંક સહીત બીજા અન્ય માધ્યમો દ્વારા તમારા શરીરમાંથી નીકળતા ટીપા દસ મિનિટમાં જ કોરોના વાયરસથી સંક્રમિત કરી શકે છે.

Image Source

મેસાચ્યુસેટ્સ યુનિવર્સીટીના વૈજ્ઞાનિક એરિન બ્રોમેજે એક નવો ફોર્મ્યુલા બનાવ્યો છે, જે અનુસાર, કોરોના વાયરસનું સંક્રમણ તમને કેટલું સંક્રમિત કરે છે, એ તમારા સંક્રમિત જગ્યા પર વિતાવેલા સમય પર આધારિત હશે. એરિન બ્રોમેજે જણાવ્યું કે એને સામાન્ય વાતચીત અને સામાન્ય પરિસ્થિતિઓમાં શ્વાસ લેતા સમયે થનારા સંક્રમણ પર અભ્યાસ કર્યો છે. જો એક સ્વસ્થ વ્યક્તિ કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન નથી કરતા તો સંક્રમણ 10 મિનિટમાં થઇ શકે છે.

સામાન્ય રીતે શ્વાસ લેતા સમયે એક વ્યક્તિ 50થી 50 હજાર ટીપા પોતાના નાક અને મોઢાથી હવામાં છોડે છે. એ હવા સાથે ભળી જાય છે અને જેના પર આપણું ધ્યાન પણ નથી જતું. પરંતુ આપણે આને જોઈ શકીએ છીએ. જે તમારા ચશ્માના ગ્લાસ પર હલકી વરાળરૂપે જમા દેખાય છે. સામાન્ય વાતાવરણમાં ગ્રેવીટીના કારણે મોટા ભાગે ટીપાં જમીન પર પડી જાય છે, પણ કેટલાક ટીપા હવામાં તરતા રહે છે, કારણ કે એનું વજન ઓછું હોય છે.

Image Source

એરિન બ્રોમેજે જણાવ્યું કે માની લો કે જો કોઈ વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસ લેતા સમયે પ્રતિ મિનીટ 20 ટીપા નીકળે છે તો કોરોના વાયરસના કેસમાં એ 1000 ટીપાં નીકળે છે, જો કોઈ સ્વસ્થ વ્યક્તિ છે તો એ આગામી 10 મીનીટમાં એ વાયરસની ચપેટમાં આવી જશે.

વાતચીત દરમ્યાન શ્વાસ લેવાની સરખામણીમાં 10 ગણા વધારે ટીપાં નીકળે છે, તો 200 ટીપા પ્રતિ મિનીટ. એટલે કે કોરોના સંક્રમિત વ્યક્તિ વાતચીત દરમ્યાન 10 હજાર વાયરસવાળા ટીપાં હવામાં નીકળશે. આનાથી સંક્રમણનો ખતરો વધી જાય છે. એરિન જણાવ્યું કે અમે એક અભ્યાસમાં વાંચ્યું હતું કે કોરોના વાયરસ 14 મિનીટ સુધી હવામાં તરતો રહે છે, તો જો કોઈ સંક્રમિત વ્યક્તિની સામે બેસીને 10 મિનીટ પણ વાત કરી લો છો, તો તમે એ 10 મિનીટમાં સંક્રમિત થઇ જશો.

Image Source

જો કે મનુષ્યનું નાક વેક્યુમ ક્લીનરની જેમ બધા જ વાયરસ પાર્ટીકલ્સ શ્વાસમાં ખેંચી લેતું નથી. આનાથી એક સ્વસ્થ વ્યક્તિને વાયરસવાળા સ્થળેથી વધુ વાયરસ શ્વાસમાં લીધા વિના જલ્દી જ જતા રહેવાની તક આપે છે. પણ છતાં વાયરસને શ્વાસમાં લેવાના ચાન્સ વધુ રહે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર, વાયરસ હવામાં 14 મિનીટ સુધી જીવતો રહે છે.

ખાંસવા અને છીંકવાથી સેંકડો-લાખો વાયરસ ઘણી સ્પીડ (80-320 કિમી પ્રતિ કલાક) સાથે રીલીઝ થાય છે અને તેની અસર જલ્દી થાય છે. એટલે ઈન્ફેક્ટેડ વ્યક્તિ જ્યાં છીંકતો અને ખાંસતો હોય ત્યાં એક સ્વસ્થ વ્યક્તિને માત્ર કેટલાક શ્વાસમાં જ ઇન્ફેક્શન લાગી જાય છે. એટલા માટે જરૂરી છે કે એક ઈન્ફેક્ટેડ વ્યક્તિ પોતાના ઘરે જ રહે અને કોઈ સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં ન આવે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.