કોરોના વાયરસના કેવા ભયાનક દર્દમાંથી પસાર થયા દર્દીઓ, પોતે જ જણાવી આપવીતી, સાંભળીને તમે પણ હચમચી જશો

0

કોરોનાનો કહેર આખી દુનિયામાં વર્તાઈ રહ્યો છે. આખી દુનિયામાં આજે લાખો લોકો તેની ચપેટમાં આવી ગયા છે. શરદીમ ખાંસી અને તાવ આ રોગના મુખ્ય લક્ષણો છે. ત્યારે ઘણા લોકો આ રોગથી પીડાઈને મૃત્યુ પામ્યા છે તો ઘણા લોકો તેમાંથી સાજા થઈને બહાર પણ આવી ગયા છે, પરંતુ આ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા જે લોકો સાજા થઈને આવ્યા છે તેમને જે પોતાની આપવીતી જણાવી એ જાણીને રુવાડા ઊભા થઇ જશે.

Image Source

25 વર્ષનો કૈનોર રીડ ચીનના વુહાન શહેરમાં સ્થિત એક શાળામાં કાર્યરત છે, કોરોના વાયરસનો શિકાર થઇ ગયેલા કૈનોરે એલ ડાયરીમાં કોરોના વાયરસ દરમિયાન મળેલા દર્દની હકીકત લખી હતી. કૈનોરે જણાવ્યું હતું કે: “આ વાયરસની ચપેટમાં આવ્યા પછી તેને સાઇનાઇસ જેવું દર્દ થતું હતું, નાકની ઉપરના માથામાં અસહ્ય દુખાવો થતો હતો”

વધુમાં કૈનોરે જણાવ્યું હતું કે: “કાનની અંદર પણ હંમેશા કેટલાક દબાણ જેવો અનુભવ થાય છે” કૈનોરે લોકોને કાનમાં થતા આ અલગ પ્રકારના દબાણથી છુટકારો મેળવવા માટે ઈયરબડ ના વાપરવાની સલાહ પણ આપી હતી.

Image Source

કૈનોરે કોરોનના જે લક્ષણો બતાવ્યા તેમાં આંખોની અંદર અસહ્ય બળતરા થવાનું પણ સામેલ છે. આ બળતરા એવી જ હોય છે જે ધુમાડા દરમિયાન તમારી આંખોમાં લાગતી હોય છે.

એક બીજા કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિ હૈરીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે: “તેમાં અસહ્ય માથાનો દુઃખાવો થાય છે, આ દુખાવો સામાન્ય રીતે શરદી, ખાંસીના દુખાવા જેવો જ હોય છે. તેમનું કહેવું છે કે આ સમય દરમિયાન ઈબોપ્રોફેનના બદલે પેરાસીટેમોલ લેવી વધારી યોગ્ય છે.

Image Source

એન્ડ્યુ ઓ ડવોયર નામના એક વ્યક્તિએ ગળામાં દુખાવો થવો અને થૂંકની અંદર વારંવાર ગળફા આવવાનું જણાવ્યું હતું, આ દમિણ એના ગળામાં સોજા પણ આવી ગયા હતા અને તેનો દુઃખાવો પણ વધી ગયો હતો.

ઇલિઝાબેથ =સાઇડર નામની એક કોરોના વાયરસ પીડિતનું કહેવું છે કે તાવ અને ખાંસી સિવાય પણ તેને ઘણી જ બીજી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, તેના સાંધામાં અસહ્ય દુઃખાવો રહેતો હતો તેમજ તેના ઘૂંટણ, કાંડા, પીઠ અને કોણીનો ભાગ પણ દુઃખતો હતો.

Image Source

માર્ક થઇઃબોલ્ટ નામના એક વ્યક્તિએ પણ પોતાનું દુઃખ લોકો સામે અભિવ્યક્ત કર્યું હતું, માર્ક દ્વારા જણાવવામાં આવ્યું કે તેના ફેફામાંથી હંમેશા કાગળની થેલી જેવો આવાજ આવતો હતો, આ પ્રકારની સમસ્યા સામાન્યરીતે નિમોનિયાની બીમારીમાં જોવા મળે છે. આ ત્યારે બને છે જયારે માણસના ફેફડામાં હવા ભરવાની જગ્યા ઉપર કફ જામી ગયો હોય.

થાઈલેન્ડના જેમુઆએ સાએ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું જે તેને વારંવાર થાકનો અનુભવ થતો હતો અને કંઈપણ ખાવાનું મન નહોતું થતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.