BREAKING: બાળકો માટે આવી ગઈ છે કોરોના વેક્સીન, આ કંપનીએ કહ્યું 100 ટકા અસરદાર, જાણો સમગ્ર વિગત

કોરોના વાયસરનો વ્યાપ આજે દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, બાળકોથી લઈને વૃધ્ધો પણ તેની ચપેટમાં આવી ગયા છે, ત્યારે ભારતમાં હવે કોરોનાની રસીકરણ પણ શરૂ થઇ ગયું છે અને 45 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની વેક્સીન મફતમાં આપવામાં આવી રહી છે.

ત્યારે હાલ વેસ્કીન બનાવનારી ફાઇઝર કંપની દ્વારા 12 થી 15 વર્ષના બાળકો માટે વેક્સીન બનાવી લેવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ વેક્સીન 100 ટકા અસરદાર હોવાનું પણ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.

હાલમાં ફક્ત ફાઇઝર બાયોએનટેક વેક્સીનનો ઉપયોગ સંયુક્ત રાજ્ય અમેરિકામાં 16 અને 17 વર્ષના બાળકોમાં કરવામાં આવી રહ્યો છે. કંપનીને આશા છે કે 2022 સુધી રસીકરણની ઉંમરને વધારી દેવામાં આવશે.

Niraj Patel