દુનિયામાં કોરોના વેક્સિનનો સૌપ્રથમ પહેલો ડોઝ લેનાર વિલિયમ શેક્સપિયરની મોત

દુનિયામાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લેનાર વિલિયમ શેક્સપિયરની મોત થઇ ગઇ છે. 81 વર્ષિય વિલિયમ શેક્સપિયર ઉર્ફે બિલ શેક્સપિયરે મંગળવારે 81 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા.

પરિવાર અનુસાર શેક્સપિયરની મોત અસંબંધિત બીમારીથી થઇ. તેમણે ડિસેમ્બર 2020માં કોવેંટ્રી હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તેઓ દુનિયામાં વેક્સિન લગાવનાર પહેલા પુરુષ હતા. તેમનાથી કેટલીક મિનિટ પહેલા જ યુનિવર્સિટી હોસ્પિટલમાં 91 વર્ષની માર્ગરેટ કીનને રસી લીધી હતી. પરિવારે જણાવ્યા અનુસાર તેમનું મોત કોઈ આડઅસરથી નથી થઈ.

ઇંડિયા ડોટ કોમના રીપોર્ટ અનુસાર, શેક્સપિયરના મિત્ર કોવેન્ટ્રીના પાર્ષદ જેને ઇન્સએ જણાવ્યુ કે, તેમનું ગુરુવારે 20 મેના રોજ નિધન થઇ ગયુ. તેમણે કહ્યુ કે, શેક્સપિયરને ઘણી વાતો માટે ઓળખવામાં આવશે, જેમ કે એક એ છે કે, તેઓ દુનિયાના પહેલા પુરુષ હતા જેમણે સૌથી પહેલા વેક્સિન લીધી હતી. તેમણે આગળ કહ્યુ કે, મારા મિત્રને સૌથી સારી શ્રદ્ધાંજલિ આપવા માટે વેક્સિન લગાવો.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2019માં દુનિયામાં કોરોનાએ દસ્તક દીધી હતી. તેના એક વર્ષ બાદ પહેલી છેલ્લા વર્ષે ડિસેમ્બર 2020માં વેક્સિન ઉપલબ્ધ થઇ હતી. સૌથી પહેલા Pfizer-BioNTechની વેક્સિનની ડોઝ લગાવવામાં આવી હતી. વેક્સિન લગાવ્યા બાદ તેમણે પૂરી દુનિયાને વેક્સિન લગાવવા માટે અપીલ કરી હતી.

મહત્વની વાત એ છે કે હવે દુનિયામાં ઘણા પ્રકારની વેક્સિન આવી ચુકી છે. અમેરિકામાં તો 50 ટકા આબાદીને વેક્સિન લગાવી લેવામાં પણ આવ્યા છે. જ્યારે બ્રિટનમાં પણ આબાદીના એક મોટા ભાગને વેક્સિન લગાવી લેવામાં આવી છે. જો ભારતની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 20 કરોડ ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. પરંતુ જનસંખ્યાના હિસાબથી તે ખૂબ ઓછું છે.

 

Shah Jina