ખબર

AMC નો મોટો નિર્ણય: વેક્સિનેશન કામગીરી કરાઇ બંધ, જાણો વિગત

હાલ સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં કોરોના કાળ બનીને વરસી રહ્યો છે. રાજયમાં સૌછી વધુ કેસ પણ અહીં નોંધાઇ રહ્યા છે ત્યારે હાલ તો કોરોનાથી બચવા માટે માત્ર એક ઉપાય વેક્સિન છે.(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પરંતુ હાલ તાઉ તે વાવાઝોડાએ સમગ્ર ગુજરાત સહિત અનેક રાજયો અને શહેરને ઘમરોળી નાખ્યુ છે અને હવે આ બધાની વચ્ચે વેક્સિનેશનની કામગીરી બીજી સૂચના ન આવે ત્યાં સુધી બંધ કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, 1 મેના રોજથી 18 વર્ષથી 45 વર્ષની ઉંમરનાને વેક્સિન આપવાની શરૂ થઇ ચૂકી છે. આ પહેલા 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાની શરૂ કરવામા આવી હતી. પરંતુ હવે વેક્સિનેશનની કામગીરી થોડા સમય સુધી એટલે કે અનિશ્ચિત મુદ્ત સુધી બંધ કરવામાં આવી છે. જયાં સુધી બીજો આદેશ ન આવે ત્યાં સુધી કામગીરી બંધ રહેશે.

તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં એટલે કે 13 મે સુધીમાં 1 કરોડ 47 લાખ 18 હજાર 461 લોકોએ વેક્સિન લીધી છે. આમાં હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 45થી વધુ વયના તેમજ 18થી44 વર્ષના લોકોનો સમાવેશ થાય છે.