ખબર

ભારતમાં કોવિડનો તાંડવ: સતત ચોથી વખત કેસોના રેકોર્ડ તૂટ્યા, કુલ આંકડો અધધધધધ

ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. કોરોનાના કેસનો આંકડો 1.30 લાખથી વધુ પહોંચી ગયો છે. કોરોનના કેસમાં વધતો આંકડો ચિંતાનો વિષય બની ગયો છે. ભારતમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય બન્યો છે. કોરોના રવિવારે એક જ દિવસમાં 6977 નવા કેસ આવતાં ખળભળાટ મચ્યો છે.

Image Source

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર રવિવારે કોરોનાના કારણે 154 લોકોના મોત થયા છે. દેશમાં લગભગ 4021 લોકોના જીવ ગયા છે. દેશમાં હાલ સુધીમાં 77103 એક્ટિવ કેસ છે અને 57720 દર્દીઓ સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. કોરોનાની કુલ સંખ્યા 1,38,845ને પાર પહોંચી ગઈ છે.

Image Source

દેશમાં કુલ 4021 લોકોના મોત થયા છે તેમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં 1577 દર્દીઓના મોત થયા છે. 829 લોકોના મોત ગુજરાતમાં થયા છે. મધ્ય પ્રદેશમાં આ સંખ્યા 281 થઈ છે.પશ્ચિમ બંગાળમાં 269 અને દિલ્હીમાં સંક્રમણના કારણે 231 લોકોના જીવ ગયા છે. રાજસ્થાનમાં 160 લોકોએ જીવ ગુમાવ્યા છે તો યૂપીમાં 155 અને તમિલનાડુમાં 103 અને આંધ્ર પ્રદેશણાં 56 લોકોના મોત થયા છે. માત્ર મુંબઈમાં કોરોના દર્દીઓમાંથી 988 લોકોના મોત થયા છે. તમિલનાડું દેશું આઠમું રાજ્ય બન્યું છે જ્યાં 100થી વધુ લોકોના મોત થયા છે.

Image source

દેશમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં 50,231 લોકો સંક્રમિત અને 1,635 લોકોના મોત થયા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 16,277 લોકો સંક્રમિત થયા છે અને 112 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 14,063 દર્દીઓ સાથે ગુજરાત ત્રીજા નંબરે છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1635 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.