જાણવા જેવું

કોરોના ફેલાવાને લઈને થયો સૌથી મોટો ઘટસ્ફોટ

કોરોનાનો વધતો કહેર દેશ અને દુનિયા માટે ચિંતા વધારી રહ્યો છે. કોરોના દુનિયાના દરેક વ્યક્તિ માટે ચિંતાનું કારણ બની ગયું છે. હાલ દુનિયાભરમાં કોરોના આતંક મચાવી રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના કોયડાને સમજવા મેડિકલ જર્નલ લાન્સેટે તેના પર રિસર્ચ કર્યું છે.. આ રિસર્ચનું તારણ વધુ ચિંતા ઉપજાવનાર છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ આ પુરાવા અધૂરા છે. ધી લેન્સેટમાં થયેલા અભ્યાસ મુજબ સાર્સ કોવ 2 વાયરસ હવાથી ફેલાતો હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

રિસર્ચરનો દાવો છે કે, કોવિડ-19નો વાયરસ હવાથી ફેલાઇ છે. આ નવા રિસર્ચના આધારે હવે કોવિડ-19ના પ્રોટોકોલમાં પણ શું ફરી બદલાવ આવશે?, જી હાં વૈજ્ઞાનિકોએ નવા રિસર્ચના તારણો બાદ કોવિડ-19ના પ્રોટોકોલમાં તાત્કાલિક ફેરફારની પણ ભલામણ કરી છે.

કોરોના વાયરસનો લાંબા અંતરનો ફેલાવો ક્વોરેન્ટાઇન હોટલમાં રહેલા બે વ્યક્તિઓ દ્વારા પણ થાય છે. બંને એક સાથે ઉપસ્થિત હોય તેવા સંજોગોમાં આવું ટ્રાન્સમિશન થતું નથી.

જે લોકો ખાંસી કે છીંકથી પીડાતા નથી, તેવા લોકોથી થતું ટ્રાન્સમિશનમાં ત્રીજા ભાગનું છે. વૈશ્વિક સ્તરે વાયરસ ફેલાવવા માં આ લોકોનો હિસ્સો અંદાજીત 59% જેટલો છે. આ તમામ સંકેત પરથી જણાય છે કે વાયરસ હવાથી ફેલાય છે.

હવાથી કોરોના ફેલાતો નથી તે પ્રકારનો કોઈ અભ્યાસ હજુ થયો ન હોવાનું સંશોધકોનું કહેવું છે. એવું પણ બન્યું છે કે સંક્રમણ લાગ્યું હોય તેવા દર્દી સાથે રહેલા વ્યક્તિને ચેપ લાગ્યો ન હોય. જોકે આવી બાબતોમાં અન્ય ઘણા ફેક્ટર કામ કરે છે. દર્દી અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનું વાતાવરણ પણ આવી બાબતો ઉપર અસર કરે છે.

પ્રતિકાત્મક તસવીર

હવાથી વાયરસ ફેલાતો હોય તેના કરતાં અન્ય માધ્યમોથી વાયરસ ફેલાતો હોવાના પુરાવા મર્યાદિત છે. સંશોધનમાં ફલિત થયું છે કે, બે અલગ અલગ પાંજરામાં પુરાયેલા પ્રાણીઓ એકબીજાની સંપર્કમાં આવ્યા ન હોય તો પણ કોરોનાનું સંક્રમણ લાગે છે.

હવામાં વીસેબલ સાર્સ-કોવી -2 મળી આવ્યો છે. લેબોરેટરીમાં થયેલા પરીક્ષણમાં વાયરસ ત્રણ કલાક સુધી હવામાં જીવિત રહ્યો હતો

એર ફિલ્ટરમાં પણ વાયરસ મળી આવ્યો હોવાનું સંશોધકો કહે છે. કોરોનાના દર્દીઓ હોય તેવા દવાખાનામાં એર ફિલ્ટરમાં વાયરસ મળી આવે છે. આવા સ્થાનોએ ફક્ત એરોસોલ્સ દ્વારા જ પહોંચી શકાય છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ આઉટડોર કરતા ઇન્ડોર એટલે કે ઘરમાં રહેતા હોય તેવા લોકોમાં વધુ ફેલાય છે. આ બંને ઓબ્ઝર્વેશન વાયરસ હવામાનથી ફેલાતો હોવાની બાબતને ટેકો આપે છે. ઇન્ડોર વેંટીલેશનથી વાયરસનો ફેલાવો ઘટાડી શકાય છે

આરોગ્ય કર્મચારીઓમાં પણ વાયરસ ફેલાયો છે. આરોગ્ય કર્મચારીઓ તમામ નિયમોનું પાલન કરે છે. પીપીઈ કીટ પહેરે છે.

હવામાં વીસેબલ સાર્સ-કોવી -2 મળી આવ્યો છે. લેબોરેટરીમાં થયેલા પરીક્ષણમાં વાયરસ ત્રણ કલાક સુધી હવામાં જીવિત રહ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, જો હવાના કારણે વાયરસ ફેલાતો હોય તો લોકોનું સ્વાસ્થ્ય જાળવવાનો પડકાર વધુ ગાઢ બનશે. આગામી સમયમાં કોરોના સામે પગલા ભરવા વધુ ગંભીર બનવું પડશે અને લોકો પર ખતરો વધશે. જાહેર આરોગ્ય પગલાંએ તેને ધ્યાનમાં લેવાની જરૂર રહેશે.