ખબર

આ જ્યોતિષે કહ્યું, ‘Coronaનું નવું આ નામ અને કોવીડ-19નું નામ બદલીને આ નામ રાખવાથી ખત્મ થઇ જશે આ મહામારી’,જાણો શું દાવો કર્યો

કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે અને આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાના કેસ પણ વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ… છેલ્લા 24 કલાકમાં 4.03 લાખ કેસ નોંધાયા છે અને સતત બીજા દિવસે 4 હજારથી વધુ લોકોની મોત થઇ ગઇ છે. આ વચ્ચે એક જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, Corona નું નામ Caronaa અને Covid-19 નું નામ Covviyd-19 કરવાથી બીમારી ખત્મ થઇ જશે.

ટ્વીટર પર ઇમ્તિયાઝ મહમૂદ નામના એક યુઝરે પોસ્ટર શેર કર્યુ છે અને આ સાથે કેપ્શન પણ લખવામાં આવ્યુ છે કે, દુનિયાભરમાં કરોડો લોકો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે, હવે તેનો હલ આવી ગયો છે જે અહીં છે.

આ પોસ્ટમાં એક વ્યક્તિની તસવીર છે આ સાથે તેનું સરનામુ અને મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યો છે. આમાં આ વ્યક્તિએ દાવો કર્યો છે કે જો તમે Corona ની સ્પેલિંગ Caronaa અને Covid-19 ની Covviyd-19 કરી દો છો તો આ મહામારી ખત્મ થઇ જશે.

પોસ્ટમાં આગળ લખવામાં આવ્યુ છે કે, પબ્લિક પ્લેસ પર પણ આના બેનર લગાવી દઇએ તો અનંતપુરમ જિલ્લાથી નહિ પરંતુ પૂરી દુનિયામાંથી તે ખત્મ થઇ જશે. તેની ગેરંટી છે. ન્યુમરોલોજી એક દિવ્ય શક્તિ છે.

તમને જણાવી દઇએ કે, ટ્વીટર પર વાયરલ થયેલ આ પોસ્ટ હાસ્યાસ્પદ છે. જયાં દેશભરમાં કોરોના વિરૂદ્ધ વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે અને લોકડાઉન, સેલ્ફ ક્વોરેન્ટાઇન જેવી વસ્તુઓ થઇ રહી છે ત્યાં એક ન્યુમરોલોજિસ્ટ દાવો કરી રહ્યો છેે કેે તેનું સોલ્યુસન અપનાવવાથી કોવિડ-19 જેવી મહામારી ખત્મ થઇ જશે.