ખબર

વલસાડ: કોરોનાને કારણે સ્વાદ-સુગંધ ન આવતા ભૂવા પાસે લઇ ગયા અને પછી થયુ એવુ કે…

આખી ઘટના વાંચીને કાળજું કંપી ઉઠશે

રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કેસ વધતા હોવાથી સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે અને જે લોકો નિયમનું પાલન નથી કરતા તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર

બીજી તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હજુ પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે અને બીમાર વ્યક્તિને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાના બદલે તાંત્રિક અને ભૂવા પાસે લઇ જાય છે. આવો એક કિસ્સો વાપીમાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવકને ભૂવા પાસે લઇ જવામાં આવ્યો અને ભૂવાએ યુવકને જીભ પર ડામ આપ્યો હતો અને આ જ કારણે યુવકનું મોત નિપજ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

દાનહના મોરખલ પાસે ફલાંડીમા ગામનો એક દર્દી સંક્રમિત થયો હતો, જેને સ્વાદ અને સુગંધ ન આવતાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં,પરંતુ પરિવારના સભ્યોએ તબીબની સલાહ લીધી ન હતી અને ત્યાં એક ભૂવાની પાસે સારવાર માટે લઈ ગયા હતા, ભૂવાએ દર્દીના જીભ અને કપાળ પર ડામ મૂક્યા હતા, પરંતુ આખરે દર્દીનું મોત થયું હતું.

પ્રતિકાત્મક તસવીર

પરિવારના સભ્યો યુવકને કોરોના થયો તેવું માનતા ન હતા. યુવકને સ્વાદ અને સુગંધ આવતી ન હતી પરંતુ પરિવારના સભ્યો ડોક્ટરની સલાહ લેવા માટે ગયા નહતા અને તેઓ યુવકને ભૂવા પાસે લઇ ગયા હતા. ભૂવા દ્વારા કોરોના સંક્રમિત યુવકને જીભ અને કપાળના ભાગે ડામ આપવામાં આવ્યા હતા અને અંતે 25 વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું.