ખબર

વૈજ્ઞાનિકોએ આપ્યા ખુશીના સમાચાર, કોરોના ક્યારે ઓછો થશે? જલ્દી વાંચો

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે. હવે તો તમામ લોકો આ કોરોના મહામારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આખરે હવે કોરોનાની બીજી લહેર ક્યારે અટકશે તેની હવે સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે.

કોરોના વાયરસની આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે 7 મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ કારણે હેલ્થ સેક્ટર્સે આ તારીખ પહેલા જ તૈયાર રહેવું પડશે.

એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ કે, આ અઠવાડિયે કોરોના પોતાના પીક પર આવી શકે છે. જે બાદમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાશે. પ્રો. વિદ્યાસાગરે કહ્યુ કે, સાતમી મેના રોજ કોરાના પોતાના પીક પર હશે. જોકે, તેમણે કહ્યુ કે, દરેક રાજ્યમાં સ્થિતિ થોડી બદલાતી જોવા મળી રહી છે. દરેક રાજ્યમાં કોરોના પીક પર પહોંચવાનો સમય થોડો અલગ અલગ હોઈ શકે છે. પરંતુ જે રીતે આખા દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા એવું લાગે છે કે કોરોનાની લહેર કાં તો પીક પર છે અથવા તેની ખૂબ નજીક છે.

તેમણે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્રમાંથી શરૂ થઈ હતી. એટલે કોરોનાનો પીક પણ સૌથી પહેલા ત્યાં જ આવશે. દર્દીઓની સંખ્યા પણ ત્યાં જ સૌથી ઓછી થશે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલા રાજ્યોની સ્થિતિ પણ એવી જ હશે. કારણ કે મહારાષ્ટ્રને કારણે અહીં કોરોનાના આંકડા વધારે છે. જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં ધીમે ધીમે પીક આવશે અને બાદમાં કેસ ધીમે ધીમે ઘટવા લાગશે. પ્રોફેસર વિદ્યાસગરે કહ્યુ કે મે પછી કોઈ રાજ્યમાં પીક આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે.