જીવનશૈલી

કોરોના પોઝિટિવ દર્દીમાં વધી રહ્યુ છે હાર્ટ એટેકનું પ્રમાણ ? જાણો એક્સપર્ટનું શુ કહેવુ છે

કોરોનાની બીજી લહેર : કેમ હાર્ટ એટેકથી મરી રહ્યા છે કોરોના પોઝિટિવ લોકો ? લક્ષણ અને સારવાર પણ જાણી લો

કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોના પોઝિટિવ દર્દીમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યુ છે. કેટલાક કેસમાં કોરોના નેગેટિવ થયા બાદ હાર્ટ અટેક આવ્યો હોય તેવા કેસ વધી રહ્યાં છે. કોરોના સંક્રમણમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધી રહ્યું છે.

ઓક્સફર્ડ જર્નલ દ્રારા કન્ડક્ટ કરવામાં આવેલી એક સ્ટડીમાં જણવા મળ્યું છે કે, કોવિડ-19થી ગંભીર રીતે બીમાર થયેલા 50 ટકા પેશન્ટનું હાર્ટ ડેમેજ થયું છે. આ કારણે હાર્ટ રેટ ચેક કરવા જરૂરી છે. કોરોના ઇન્ફેકશનમાં ક્યા કારણે હાર્ટ પણ ડેમેજ થાય છે અને હાર્ટ અટેકનું જોખમ રહે છે.

એક્સપર્ટ્સનું કહેવુ છે કે, કોવિડ 19નું ઇંફેક્શન બોડીમાં ઇંફ્લેમેશનને ટ્રિગર કરે છે. જેનાથી દિલની માંસપેશિયાં થોડી નબળી પડવા લાગે છે. તેનાથી ધડકનની ગતિ પ્રભાવિત થાય છે અને બ્લડ ક્લોટિંગની સમસ્યા અસામાન્ય રૂપથી ઉત્પન્ન થવા લાગે છે.

વાયરસ સીધો જ આપણા રિસેપ્ટર સેલ્સ પર હુમલો કરે છે. જેને ACR2 રિસેપ્ટર્સના રૂપમાં જાણવામાં આવે છે. આ માયોકાર્ડિયમ ટિશૂના અંદર જઇને પણ તેને નુૃકશાન પહોંચાડે છે. માયોકાર્ડાઇટિસ જેવી દિક્કતો જે હાર્ટ મસલની ઇંફ્લેમેશન છે, જો સમય સાથે તેની સારવાર કે દેખભાળ ન કરવામાં આવે તો એક સમય બાદ હાર્ટ ફેલિયર થઇ જાય છે.

તમને જણાવી દઇએ કે, શરૂઆતના સમયમાં જો સારવાર મળે તો તેને કંટ્રોલ કરવામાં આવી શકે છે. હાર્ટ ફેલિયરના એડવાન્સ કેસમાં જરૂરત પડવા પર લેફ્ટ વેંટ્રીકુલર અસિસ્ટ ડિવાઇસ LVAD પ્રોસ્યૂઝર થેરેપી સાથે એક હાર્ટ ટ્રાંસપ્લાટ કરવામાં આવી શકે છે. LVAD લેફ્ટ વેંટ્રીકુલરને મદદ કરે છે જે હાર્ટનો સૌથી પ્રમુખ પમ્પિંગ ચેંબર છે. આ સ્થિતિમાં એક ખૂબ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.

હાર્ટ ફેલ થયા પહેલા દર્દીને શ્વાસની તકલીફ થઇ શકે છે. આ ઉપરાંત કમજોરી અને થકાવટની તકલીફ વધવા લાગે છે. પંજા અને એડીમાં તેમજ પગમાં સોજા વધવા લાગે છે. હાર્ટ બીટ અનિયમિત અને ઝડપી થઇ શકે છે.

તમારા એક્સરસાઇઝ કરવાની ક્ષમતા ઘટી જાય છે. સતત ઉધરસ અને ફ્લૂડ રિટેંશનને કારણે વજન વધી શકે છે. ભૂખ નથી લાગતી અને વારંવાર પેશાબ આવે છે. જો તમને આમાંથી કોઇ પણ લક્ષણ મહેસૂસ થાય છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને સારવાર જાતે કરવાનો પ્રયાસ ના કરો.