ખબર

આ મહિનામાં આ તારીખે 48 લાખ એક્ટિવ કેસ થવાનો નિષ્ણાંતોનો દાવો, હડકંપ મચી ગયો

દેશમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. આગળના 2-3 સપ્તાહમાં તેમાંથી રાહત મળવાના કોઈ સંકેત મળી રહ્યા નથી. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ મહામારીના વધતા કેસોને જોતાં ગણિતીય મોડેલના આધાર પર ટાઈમ અને પીકને લઈને અનુમાન જારી કર્યું છે. દેશમાં ક્યારે કોરોનાની પીક આવશે અને કેટલા એક્ટિવ કેસમાં વધારો થશે તેની ગણતરી કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, 14-18 મે દરમિયાન દેશમાં એક્ટિવ કેસનો આંકડો 38-48 લાખ સુધી પહોંચી શકે છે. જ્યારે નવા મામલાઓનો પીક આગામી દિવસોમાં 4.4 લાખ પહોંચી શકે છે. રિપોર્ટ અનુસાર IIT-કાનપુરના મણીન્દ્ર અગ્રવાલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મેં પીક ટાઇમ માટે વેલ્યૂનું કેલ્ક્યુલેસન કરેલ છે. છેલ્લા ફેઝ સુધી સંક્રમણ સરહદની અંદર રહી શકે છે.

ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થતા મેના મધ્ય સુધીમાં લગભગ વધારો થશે. હાલના મોડલના ટ્રેન્ડ અનુસાર મેના મધ્યનો પીક વિતેલા વર્ષે 17 ડિસેમ્બરના 10 લાખથી વધારે એક્ટિવ કેસ મામલે પ્રથમ પીકની તુલનામાં લગભગ ચાર ગણા વધારે હશે. રવિવારે ભારતના કુલ એક્ટિવ કેસની સંખ્યા 26,82,751 થઈ ગઈ છે.

દેશમાં સતત છઠ્ઠા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા છે. આના કારણે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1 કરોડ 73 લાખ 4 હજાર 308 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1 લાખ 95 હજાર 116 પર પહોંચી ગઈ છે.

1 એપ્રિલના આ મોડલમાં 15-20 એપ્રિલની વચ્ચે એક્ટિવ કેસના પીકનો અંદાજ લગાવવામાં આવ્યો હતે જેમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ થવાની સંભાવના હતા. આ આંકડો વિતેલા વર્ષે સપ્ટેમ્બરના પીક બરાબર હતો. જોકે આ આંકડાને બાદમાં વિતેલા સપ્તાહે સંશોધિત કરવામાં આવ્યો હતો જેમાં 33-35 લાખ એક્ટિવ કેસની સાથે 11-15 મેની વચ્ચે પીક પર પહોંચવાની સંભાવનાનો અંદાજ લગાવાવમાં આવ્યો હતો. પીક ટાઇમિંગ અને સંખ્યામાં ફેરફારના પેરામીટર્સના બદલાવને કહેવામાં આવ્યા છે.