ખબર

દેશમાં કોરોનાનાં હાહાકાર વચ્ચે થોડાક રાહતનાં સમાચાર, કોરોનાથી મરનારા લોકોની સંખ્યાની ઘટી રહી છે.

ભારતમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં દરરોજ કેસમાં વધારો થતો જાય છે. કોરોનાના કેસમાં વધારો થતા સરકારની ચિંતા વધારી રહ્યા છે.પરંતુ વધતા આંકડાઓની વચ્ચે એક રાહતનાં સમાચાર પણ છે. દેશમાં અત્યારે કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યામાં વધી રહી છે. તો કોરોનાથી મરનારા લોકોની સંખ્યાની ઝડપ ઘટી રહી છે.

Image Source

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 260 લોકો કોરોના વાયરસની મહામારીથી ઠીક થઈ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. આ પહેલા એક જ દિવસમાં સૌથી વધારે દર્દીઓની ઠીક થવાની સંખ્યા 183 હતી. તો બીજી તરફ દેશમાં હવે કોરોનાનાં કેસ આવવાની ઝડપ ધીમી પડી રહી છે.

Image Source

જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસ મહામારીનાં કારણે 400થી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે, જે કોઈપણ યૂરોપીય દેશથી ઘણો ઓછો છે.

Image Source

ઉલ્લેખનીય છે કે શુક્રવાર સવાર સુધી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આંકડાઓ મુજબ કોરોના વાયરસનાં કુલ કેસ 13387 છે. જ્યારે 437 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી 1749 લોકો આ મહામારીના કારણે મોત નિપજ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.