ખબર

કોવીડથી બચવા મોઢા પર બાંધવામાં આવતા માસ્કને લઈ થયો મોટો ખુલાસો, સાવધાન થઇ જાઓ નહિંતર…

કોરોના વાયરસનું સંક્ર્મણ આજે આખી દુનિયામાં ફેલાઈ ગયું છે, આપણે સૌ જાણીએ છીએ કે આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ રહ્યો છે. કોરોના દર્દીના ખાંસવા, છીંકવા ઉપર તેના ડ્રોપલેટ બહાર નીકળે છે અને તેના દ્વારા સંક્ર્મણ ફેલાવવાનો ખતરો સૌથી વધારે રહે છે. આ ઉપરાંત પણ ડ્રોપલેટ પ્લાસ્ટિક, મેટલ કે કેટલીક અન્ય જગ્યાઓ ઉપર પણ રહીને સંક્ર્મણ ફેલાવી શકે છે. કોરોના વાયરસ કઈ જગ્યા ઉપર કેટલો સમય સુધી જીવિત રહી શકે છે તેને લઈને પહેલા પણ સંશોધનો થઇ ગયા છે.

Image source

પરંતુ હોંગકોંગ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા અધ્યયનમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. આ સંશોધન કોરોના વાયરસનું સંક્ર્મણ ફેલાવવાને લઈને કરવામાં આવ્યું હતું.

Image source

કોરોના વાયરસના કિટાણુથી બચવા ચહેરા પર જે માસ્ક પર અઠવાડીયા સુધી કોરોના જીવતો રહે છે. તો રીતે સ્ટીલ ધાતુ અને પ્લાસ્ટિકમાં પણ અનેક દિવસો સુધી જીવતો રહી કોરોનો સંક્રમણ ફેલાવી શકે છે.

Image source

હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે, ઘરમાં ઉપયોગમાં લેવાતા કિટાણુનાશકો, બ્લીચ અથવા સાબૂ તથા પાણીથી વારંવાર હાથ ધોવાથી કોરોના વાયરસ મરી જાય છે. તો બીજી તરફ કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની પર ચાર દિવસ સુધી ચોંટી રહે છે. ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના બહારના ભાગમાં અઠવાડીયા સુધી જીવતો રહે છે. આ પરથી સાબિત થાય છે કે, માસ્કને લઈને પણ લોકોએ ગંભીર સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

Image source

જણાવી દઈએ કે, ટિશ્યૂ પેપર પર ત્રણ કલાક, લાકડા અને કપડા પર આખો દિવસ સુધી કોરોના વાયરસ જીવતો રહી શકે છે. કાચ પર આ વાયરસ ચાર દિવસ સુધી જીવતો રહે છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક પર ચારથી 7 દિવસ સુધી જીવતો રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.