બ્રેકીંગ ન્યુઝ: ચીનમાં કોરોના વધવા પાછળ મોટુ કારણ બન્યો Omicron BF.7, ખૂબ જ ખતરનાક છે આ વેરિઅન્ટ, 1 દર્દીથી 18 લોકો…

ચીનમાં કોવિડના વધતા કેસોનું બીજું કારણ એ છે કે, નવો વેરિઅન્ટ સામે આવ્યો છે અને તે છે Omicron BF.7 છે. ગયા વર્ષે જે ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યું હતું, આ વેરિઅન્ટ તેના મ્યુટેશનથી જન્મ્યું છે અને મોટી વાત એ છે કે તે જૂના વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક છે. ચીનમાં કોવિડ-19ના નવા વેરિઅન્ટ Omicron BF.7ના વધતા કેસોએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. અહેવાલો મુજબ, BF.7 વેરિઅન્ટ ટ્રાન્સમિશનમાં ઝડપી છે, તેનો ઇન્ક્યુબેશન પિરિયડ ઓછો છે અને તે લોકોને વધુ સરળતાથી ચેપ લગાડે છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિડની રસી લગાવવામાં આવેલા લોકો પણ તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, BF.7 નો રિપ્રોડક્શન નંબર (RO) 10-18.6 છે. આનો અર્થ એ છે કે એનાથી ચેપગ્રસ્ત દર્દી એક સમયે સરેરાશ 10થી 18.6 લોકોને ચેપ લગાવવામાં સક્ષમ છે.એક મોડલ અનુસાર, કોવિડની આ લહેર આગામી થોડા મહિનામાં લગભગ 10 લાખ લોકોનો જીવ લઈ શકે છે. અભ્યાસ મુજબ, 85% વસ્તીએ રસીનો ચોથો શોટ મેળવ્યો હતો, જે ચેપના વધારાને ધીમું કરી શકે છે. તે 3-59 વર્ષની વય જૂથની 95% થી વધુ વસ્તીને બચાવી શકે છે.

અભ્યાસ દર્શાવે છે કે, 18-59 અને 3-59 વર્ષની વય વચ્ચે બૂસ્ટરની માત્રામાં 95% વધારો કરવાથી એકંદર મૃત્યુ દર અનુક્રમે 305 અને 249 પ્રતિ મિલિયન થઈ જશે.ચીનમાં કોરોનાની નવી લહેર તબાહી મચાવી રહી છે. હોસ્પિટલની બહાર દર્દીઓની ભીડ વધી ગઇ છે. કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર માટે જગ્યા નથી. ઘણા લોકો ઘરે જ આઇસોલેટ થઇ રહ્યા છે.એક્સપર્ટ્સનું પણ કહેવુ છે કે ત્રણ મહિનામાં ચીનમાં કોરોનાની ત્રણ લહેર આવશે અને આમાંથી એકનો સામનો દેશ અત્યારે કરી રહ્યુ છે.

ચીનના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે વર્તમાન લહેરમાં લોકોમાં ગંભીર ગળામાં ઈન્ફેક્શન, શરીરમાં દુખાવો અને હળવો કે વધુ તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જો કે, તેઓ એવો પણ દાવો કરે છે કે તેઓ ડેલ્ટા વેરિઅન્ટ જેટલા જીવલેણ નથી, બંને BA.5.2 અને BF.7 અત્યંત ચેપી છે. BA.5.2 એ ઓમિક્રોન પેટા-ચલ BA.5 ની પેટા-વંશ છે. આ વર્ષે જુલાઈમાં શાંઘાઈમાં BA.5.2નો પ્રથમ કેસ નોંધાયો હતો. પછી આ પ્રકાર 49 વર્ષીય વ્યક્તિમાં જોવા મળ્યો જે અમેરિકાથી પરત આવ્યો હતો.

ચીનના રોગચાળાના નિષ્ણાતનું કહેવું છે કે ચીનમાં ત્રણ મહિનામાં ત્રણ લહેર આવી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે ચીન હાલમાં પ્રથમ લહેરનો સામનો કરી રહ્યું છે અને જાન્યુઆરીના મધ્યમાં તેની ટોચ આવી શકે છે. તેમણે કહ્યું કે 21 જાન્યુઆરીથી ચીનનું લૂનાર ન્યુ યીર પણ શરૂ થઈ રહ્યું છે અને તેના કારણે લોકો મુસાફરી કરશે, જેના કારણે બીજી લહેર શરૂ થશે. આ દરમિયાન લાખો લોકો મુસાફરી કરે છે. તેથી જ બીજી લહેર જાન્યુઆરીના અંતથી શરૂ થઈ શકે છે જે ફેબ્રુઆરીના મધ્ય સુધી ચાલશે. જ્યારે, ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંતથી શરૂ થવાની ધારણા છે. હોલિડે પછી લોકો ફરીથી ટ્રાવેલ કરશે અને તેના કારણે ત્રીજી લહેર શરૂ થઈ શકે છે. ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્ય સુધી ચાલી શકે છે.

Shah Jina