ખબર

કોરોનાના વધતા કહેર વચ્ચે જાહેર થઇ ગઇ સરકારની નવી ગાઇડલાઇન, મુખ્યમંત્રીના બંગલે થયેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ગુજરાત રાજયમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઊંચક્યુ છે ત્યારે હાલ કેટલાક દિવસોથી રાજયમા ઘણા કેસો નોંધાવા લાગ્યા છે. કોરોનાના ગઇકાલના રોજ 4000થી વધુ કેસો નોંધાયા હતા અને 5 જાન્યુઆરીના રોજ આ કેસો 3300થી વધારે હતા. હવે ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે કોરોનાની સમીક્ષા કરી છે. આ સાથે સાથે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને ગૃહ, તેમજ સામાન્ય વહીવટી વિભાગની પણ બેઠક મળી હતી. મુખ્ય સચિવ પંકજ કુમારે મ્યુનિસિપલ કમિશનરો અને કલેક્ટરો સાથે સતત બે દિવસ સુધી બેઠક યોજી હતી. નવા વર્ષની શરૂઆતથી કેસોમાં ઘણો ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે સરકાર દ્વારા ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

આજે એટલે કે 7 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફયુ સહિતની અનેક કોરોના ગાઇડલાઇન્સની સમયમર્યાદા પૂરી થઇ રહી છે ત્યારે આજે સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેના અનુસાર રાજ્યના 10 શહેરમાં હવે રાતના 10થી વાગ્યા સુધી 6 રાત્રિ કર્ફ્યૂ રહેશે, 31મી સુધી ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફ લાઇન શિક્ષણ બંધ રહેશે.

  • રેસ્ટોરન્ટ 75 ટકા કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
  • હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે
  • દુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે

લગ્ન અને સામાજિક પ્રસંગોમાં 400 લોકોની મંજૂરી આપેલ છે, અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓને મંજૂરી.શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે, ધો. 1 થી 9 ના ક્લાસ 31 મી સુધી બંધ કરાયા.31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી 9માં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ લગ્નમાં મહત્તમ 400 લોકોને પરવાનગી આપવામાં આવી છે.

ઓફલાઈન શિક્ષણનો પણ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.રાજકીય, સામાજિક સહિતના કાર્યક્રમો પર પણ અંકુશ,ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ સાથે કાર્યક્રમને છૂટ,બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની છૂટ,ખુલ્લા સ્થળોમાં લગ્નમાં 400 વ્યક્તિઓ સુધીની છૂટ,લગ્નપ્રસંગો બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકાની જ છૂટ,અંતિમવિધિ, દફનવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી, સરકારી, પ્રાઈવેટ એસી નોન બસમાં 75 ટકા ક્ષમતાને મંજૂરી,ધોરણ 1થી9 ઓફલાઇન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ,31 જાન્યુઆરી સુધી બંધ કરાયા વર્ગ,માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે.

ગુજરાતના અમદાવાદમાં તેમજ સુરતમાં કોરોનાનું પ્રમાણ ઘણુ વધ્યુ છે ત્યારે બીજી બાજુ આજે નવી કોરોના ગાઇડલાઇન જારી થઇ ગઇ છે. જેમાં રાત્રિ કર્ફયુની મુદ્તમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા 25 ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર જૂનાગઢ તેમજ ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધીના કર્ફયુની જાહેરાત કરી હતી અને રેસ્ટરન્ટને 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી હતી. આ નવી ગાઇડલાઇન્સ 31 ડિસેમ્બર સુધીની હતી.

રાત્રિ કર્ફ્યૂમાં આટલી સૂચનાઓનું ધ્યાન રાખવાનું:

કોઈ પણ બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. ટ્રાવેલિંગમાં મુસાફરોને રેલવે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

રાત્રિ કર્ફ્યુના સમયે કોઇ પણ પ્રકારના રાજકીય, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં. આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવરમાં માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.

અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

રાત્રિ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન નીચે આપેલી સેવાઓ ચાલુ રાખી શકાશે

કોરોનાની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.

ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા. ડિઝલ, પેટ્રોલ, LPG CNG PNG ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ

ઈલેકટ્રોનિક કે અને મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન. પોસ્ટ અને કુરીયર સર્વિસ. ખાનગી સિક્યુરીટી સેવા. ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.

શાકભાજી માર્કેટ તથા ફૃટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ. અનાજ તથા મસાલા દળવાની ઘંટી. ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને રેસ્ટોરન્ટમાંથી Take away વાળી સેવાઓ. ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર તથા IT બાબતની સેવાઓ.

આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ. તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ. કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા. ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.

બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન ATM માં કરન્સી પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

રાજ્યમાં 1 જાન્યુઆરીના રોજથી લઇને 6 જાન્યુઆરી સુધીના કેસની વાત કરીએ તો, 1 જાન્યુઆરી 1069 કેસ 103 ડિસ્ચાર્જ અને 1 મોત, 2 જાન્યુઆરી 968 કેસ 141 ડિસ્ચાર્જ અને 1 મોત, 3 જાન્યુઆરી 1259 કેસ 151 ડિસ્ચાર્જ અને 3 મોત, 4 જાન્યુઆરી 2265 કેસ 240 ડિસ્ચાર્જ અને 2 મોત, 5 જાન્યુઆરી 3350 કેસ 236 ડિસ્ચાર્જ અને 1 મોત, 6 જાન્યુઆરી 4213 કેસ 830 ડિસ્ચાર્જ અને 1 મોત તેમજ અત્યાર સુધી જો પહેલી તારીખથી લઇને ગઇકાલ સુધીના કેસ જોઇએ તો આટલા જ દિવસમાં કુલ 13124 કેસ નોંધાયા છે અને 1701 લોકો ડિસ્ચાર્જ થયા છે તેમજ 9 લોકોના મોત થયા છે.