ઢોલીવુડ મનોરંજન

ગુજરાતના સુપરસ્ટાર નરેશ કનોડિયાની હાલત વધારે લથડી, દીકરા હિતુ કનોડિયાએ પોસ્ટ કરીને કહ્યું…..

કોરોનાનો ખતરો દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, આપણા દેશમાં પણ હવે કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. આ વાયરસની ચપેટમાં સામાન્ય માણસથી લઈને હવે સેલેબ્રિટીઓ પણ આવવા લાગ્યા છે. ત્યારે એક સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરતા સુપરસ્ટાર નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થતા તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને હાલમાં તેમની સ્થિતિ ખુબ જ ગંભીર છે.

Image Source

નરેશ કનોડિયાએ થોડા સમય પહેલા જ ઢોલ વગાડીને “ભાગ કોરોના… તારો બાપ ભગાડે”નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થયો હતો, તેમના આ ઉત્સાહને ચાહકોએ ખુબ જ વખાણ્યો હતો, પરંતુ હાલ તેઓ પોતે જ કોરોના સંક્રમિત થયા છે અને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે.

Image Source

અમદાવાદની યુ,એન મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની તસ્વીર આજે આવી છે તેમાં તેમની હાલત ખુબ જ ગંભીર દેખાઈ રહી છે. નરેશ કનોડિયા ઓક્સિજન માસ્ક પહેરીને સારવાર લેતા જોવા મળી રહ્યા છે.

આ સાથે જ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ તેમના પિતાની એક તસ્વીર પોસ્ટ કરી અને લોકોને પ્રર્થના કરવા માટે વિનંતી કરી છે.

Image Source

નરેશ કનોડિયાએ 125 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેમના અભિનયને પણ દર્શકો ખુબ જ વખાણે છે. સાથે સાથે ગુજરાતના દરેક ઘરમાં તેમની લોકપ્રિયતા જોવા મળે છે. તેમને “વેલીને આવ્યા ફૂલ”થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપીને સુપરસ્ટાર બની ગયા હતા.