ચીનના વુહાન શહેરમાંથી હાહાકાર મચાવનાર કોરોનાએ સંગ દેશમાં ભરડો લીધો છે. અમેરિકા, ઇટલી, સ્પેન, ફ્રાન્સ જેવા વિકસિત દેશોમાં કોવિડ-19ના લીધે લાખો લોકોના મોત થયા છે. જો કે, ભારતમાં એટલી ખરાબ પરિસ્થિતિ સર્જાશે નહીં. કેન્દ્ર સરકારનો અંદાજો તો આ જ કહે છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડો. હર્ષવર્ધનના જણાવ્યા પ્રમાણે, ‘દેશ ખરાબથી ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે’. તેમણે કહ્યું કે, ‘કેટલાક વિકસિત દેશોમાં જેવી સ્થિતિ બની છે, તેવી સ્થિતિ ભારતમાં બનતી જોવા મળી રહી નથી’.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ માહિતી આપી કે, છેલ્લા 3 દિવસમાં કોરોના વાયરસના મામલાનો ડબલિંગ રેટ 11 દિવસ રહ્યો છે. છેલ્લા સાત દિવસની વાત કરીએ તો ડબલિંગ રેટ 9.9 દિવસ થઈ જાય છે. શનિવારે ડો. હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોનો દર 3.3 છે, જે દુનિયાના સૌથી ઓછા રેટ્સમાં સામેલ છે. આ સિવાય ભારતનો રિકવરી રેટ 29.9 ટકા થઈ ગયો છે. હર્ષવર્ધને કહ્યું કે, આ સૌથી સારો સંકેત છે.

વધતા કોરોના કેસો વચ્ચે કેન્દ્ર સરકારે દર્દીઓની ડિસ્ચાર્જ પૉલિસીમાં ફેરફાર કર્યો છે. સાવ સામાન્ય કેસોમાં ડિસ્ચાર્જ પહેલાં ટેસ્ટિંગની જરૂર રહી નથી. કોરોના પેશન્ટમાં જો કોઇ લક્ષણ ના દેખાય, તેમની તબિયત સામાન્ય લાગવા પર 10 દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકે છે. ડિસ્ચાર્જ થયા પછી દર્દીને હવે 14 દિવસની જગ્યાએ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. ડિસ્ચાર્જના 14મા દિવસે દર્દીને ટેલિ-કોન્ફરન્સ દ્વારા દર્દીને ફોલો-અપ કરાશે.

દુનિયાભરમાં કોવિડ-19થી થયેલા મોતનો આંકડો 2,70,000થી વધુ થઈ ગયો છે. કોરોના કેસની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઇ છે. અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં અત્યાર સુધીમાં 77,180 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજો નંબર બ્રિટનનો છે, જ્યાં 31,316 લોકોનાં મોત થઇ ચૂકયા છે.

CSSEના ડેટા અનુસાર અમેરિકામાં 1,283,929 કેસો સાથે આ યાદીમાં ટોચ પર છે. ત્યારબાદ સ્પેન (222,857), ઇટાલી (217,185), યુકે (212,629), રશિયા (187,859), ફ્રાંસ (176,202), જર્મની (170,588), બ્રાઝિલ (146,894), તુર્કી (135,569) અને ઈરાન (104,691) છે. બીજા દેશોમાં 10,000 કરતાં વધુ મૃત્યુ ઇટાલી (30,201), સ્પેન (26,299), ફ્રાંસ (26,233) અને બ્રાઝિલ (10,017) છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.