ખબર

અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર, અમદાવાદ દેશનું નંબર 1 બની ગયું કોરોના આ મામલે, જાણો વિગત

કોરોના વાયરસને વધુ ફેલાવાથી અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં કોરોના પોઝિટિવ કેસ વધતા જ જાય છે. એમાં પણ જો મૃત્યુદરની વાત કરવામાં આવે તો દેશભરમાં કોરોના વાયરસને કારણે સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં છે.

Image Source

દેશભરમાં કોરોના વાયરસના 1,25,121 કેસ સામે આવી ચુક્યા છે. અને 3,728 લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં 13,273 કેસ નોંધાયા છે અને 802 લોકો મૃત્યુ પામ્યા છે. ભલે દેશભરમાં કોરોના પોઝિટિવ કેસોની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં નોંધાઈ છે, 44,582 પોઝિટિવ કેસ નોંધાયા છે, અને 1,517 લોકો મૃત્યુ પામ્યા છે.

અમદાવાદમાં 9,724 કેસ સામે આવ્યા છે અને 645 લોકો મૃત્યુ પામ્યા છે, જયારે મુંબઈમાં 27,251 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 909 લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ જો મૃત્યુદર જોવા જઈએ તો અમદાવાદ આખા દેશમાં મોખરે છે. દર 100 કોરોના પોઝિટિવ વ્યક્તિએ મૃત્યુદર ચકાસીએ તો અમદાવાદમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે, જયારે મુંબઈમાં મૃત્યુદર 3 ટકા છે.

Image Source

મહારાષ્ટ્ર અને મુંબઈ બાદ સૌથી વધુ અમદાવાદમાં જ મૃત્યુ પામ્યા છે. મુંબઈમાં 27251 કેસ છે જેમાંથી 6096 સાજા થયા છે અને 909ના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં 9724 કેસમાં જ 645 લોકોના જીવ ગયા છે. અને 3658 લોકો સાજા થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.