ખબર

કાલથી મીની લોકડાઉન પૂરું થાય છે તો હવે વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત..જલ્દી વાંચો

આખા ભારતમાં છેલ્લા ૨ મહિનાથી કોવિડનો રાફડો ફાટ્યો છે એવામાં હવે ગુજરાતમાં અચ્છે દિન થોડા થોડા દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં એક મહિના બાદ 7135થી ઓછા કેસ અને 81ના દર્દીના મૃત્યુ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 7135 ન્યુ કોવિડ કેસ અને 81 દર્દીના મોત થયા છે. તેમજ સતત 13મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને 12 હજાર 342 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હવે આપણા ગુજરાતનો રિક્વરી રેટ સુધરીને 85.68 ટકા થયો છે. છેલ્લા 17 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે.

‘તાઉ તે’ વાવાઝોડાનું ગુજરાતમાં ટકરાઈ ગયું છે. એવામાં હવે રાજ્યમાં તાઉ તે વાવાઝોડાની અસર દેખાવવાની શરૂ થઈ ગઈ છે. અત્યારે ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ ઉપરાંત દરિયો તોફાની બન્યો છે. અને દરિયામાં ઊંચા 25-25 ફૂટ મોજા ઉછળી રહ્યા છે.

હમણાં જ વિજય રૂપનીએ કોન્ફરન્સમાં જણાવ્યું કે,વાવઝોડાની પરિસ્થિતિ અને તંત્ર હાલ કામમાં હોવાથી મિનિ લોકડાઉન મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ યથાવત રહેશે.દિવસે પણ બજારો બંધ રહેશે.

વધુમાં CM રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં લૅન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે અને લગભગ નાઈટ 1 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. વધુમાં જણાવ્યું હતું કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર આ 4 જિલ્લાઓને વધુ અસર થવાની શક્યતા રહેશે.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો આજે અમદાવાદમાં 2377 કેસ અને 12 દર્દીના મોત નિપજ્યા હતા. જ્યારે વડોદરામાં 701 કેસ અને 8નાં મોત, સુરતમાં નવા 518 કેસ, 10નાં મોત, રાજકોટમાં 279 કેસ, 8નાં મોત નિપજ્યા હતા.

ભાવનગરમાં 190 કેસ, 4નાં મોત, જામનગરમાં 283 કેસ, 5નાં મોત, જૂનાગઢમાં 382 કેસ, 6નાં મોત, ગાંધીનગરમાં 166 કેસ, 2નાં મોત નિપજ્યા છે.

જયારે પંચમહાલમાં 185, આણંદમાં 164, ગીર સોમનાથમાં 164 કેસ, અમરેલીમાં 139, ભરૂચમાં 150, ખેડામાં 137 કેસ, મહેસાણામાં 133, મહેસાણામાં 133, દાહોદમાં 132 કેસ, મહિસાગરમાં 130, કચ્છમાં 113, અરવલ્લીમાં 92,

બનાસકાંઠામાં 92 કેસ, સાબરકાંઠામાં 111 કેસ, વલસાડમાં 95, પાટણમાં 79, પોરબંદરમાં 67, નવસારીમાં 56 કેસ, નર્મદામાં 49, સુરેન્દ્રનગરમાં 44, છોટા ઉદેપુરમાં 39 કેસ, મોરબીમાં 28, તાપીમાં ૧૭ , બોટાદમાં 7, દ્વારકામાં 14 કેસ અને ડાંગમાં નવા 2 કેસ નોંધાયા હતા.