ગાઇડલાઇનના પાલન સાથે સંપન્ન થયા લગ્ન, ડંડાના સહારે દુલ્હા-દુલ્હને પહેરાવી વરમાળા

ડંડાના સહારે દુલ્હા-દુલ્હને પહેરાવી વરમાળા, લોકો બોલ્યા- ઐતિહાસિક લગ્ન

કોરોના કાળમાં લગ્નનો ટ્રેેન્ડ પણ બદલાઇ ગયો છે. લોકોએ ઘણા પ્રતિબંધો વચ્ચે તેમની ખુશીઓ શોધી લીધી છે. આ વચ્ચે એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. આ લગ્નમાં દુલ્હા-દુલ્હને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરતા ડંડાના સહારે તેઓએ એકબીજાને વરમાળા પહેરાવી. આ અનોખા લગ્ન તેઘડા અનુમંડલ ક્ષેત્રના તેઘરા બજારના છે.

કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક લગાવવાનું જારી છે. એવામાં આ રીતે લગ્ન કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. દુલ્હાએ જણાવ્યુ કે, લગ્ન તેમના માટેે યાદગાર રહેશે.

આ લગ્નમાં પરિવારજનો અનુસાર 50થી ઓછા લોકો હાજર હતા અને નિયમ તેમજ ગાઇડલાઇનનું પાલન કરતા આ લગ્ન સંપન્ન થયા હતા. લગ્નમાં લોકો દુલ્હા-દુલ્હનની પ્રશંસા પણ કરી રહ્યા હતા.

તમને જણાવી દઇએ કે, બિહાર સરકારે કોરોનાને કારણે હાલ લગ્ન માટે 50 લોકોને જ અનુમતિ આપી છે. આ પહેલા 100 લોકો હતા અનેે તે પહેલા 200 લોકોને અનુમતિ આપવામાં આવી હતી. સરકાર સાથે સાથે લોકો પણ આ દિશામાં જાગૃત થઇ રહ્યા છે.

Shah Jina