ખબર

દુનિયાભરમાં હાહાકાર મચાવનારો કોરોના ગુજરાતના આ ગામને હજુ સ્પર્શી પણ નથી શક્યો, અત્યાર સુધી એક પણ કેસ નથી આવ્યો સામે

કોરોના મહામારી દુનિયાભરમાં ફેલાઈ રહી છે ત્યારે ભારતમાં પણ આ વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓ અને ગામડાઓ આ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. શહેરોમાંથી હવે કોરોના ગામડાઓમાં પણ પ્રવેશી રહ્યો છે અને મોટાભાગના ગામડાઓમાંથી પણ હવે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

પરંતુ આ બધા વચ્ચે ગુજરાતનું એક ગામ એવું પણ છે જેમાં કોરોના હજુ સુધી પ્રવેશ્યો નથી અને અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ ગામ છે અમરેલી જીલ્લામાં આવેલું શિયાળબેટ. જ્યાં અત્યાર સુધીમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. અને વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

શિયાળબેટ ગામ દરિયાઈ ટાપુ ઉપર આવેલું છે. આ ગામમાં 6000થી વધારેની વસ્તી છે. કોરોના સંક્ર્મણ ફેલાયે 1 વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાં પણ આગમ કોરોના મુક્ત છે. ગામના મોટાભગના લોકો માછીમારી સાથે સંકળાયેલા છે.

આ ગામમાં જવા માટેનો કોઈ રોડ રસ્તો નથી. આ ગામની અંદર જવા માટે પીપાવાવની જેટ્ટી નજીકથી જ ખાનગી હોડકા દ્વારા પહોંચી શકાય છે. શિયાળબેટ ગામના લોકો બિનજરૂરી બહાર પણ આવતા જતા નથી.