ખબર

બાપ રે…6 જ દિવસમાં ગુજરાતમાં કેસ ડબલ થયા, જાણો વિગત

ગુજરાત રાજ્યમાં કોરોના આતંક વધતો જાય છે. રાજ્યમાં સૌથી કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. અમદાવાદ દેશના શહેરો કરતા કરતા વધુ ગંભીર મુકાઈ ગયું છે. રાજ્યમાં કોરોનના કેસની સંખ્યા 1021 કે જે પૈકી અમદાવાદના જ 590 કેસ છે.

Image Source

અમદાવાદમાં 19 માર્ચે પહેલા બે કોરોના પોઝિટિવના કેસ આવ્યા હતા. શરૂ થયેલો કોરોનાનો કહેર રોજેરોજ વધતો જ જાય છે. તેમાં પણ 16 એપ્રિલના રોજ તો સૌથી વધુ 163 દર્દી સાથે રેકોર્ડ કર્યો છે. કોરોના હવે બધા જ વિસ્તારોને બાનમાં લીધા છે.

Image Source

અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને વધારાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા. આ બાદ બીજા 100 દર્દી 3 જ દિવસમાં આવ્યા હતા. કાલે તો એક જ દિવસમાં 100 કેસો આવતા આખું તંત્ર ઊંધામાથે લાગ્યું છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં 11મી એપ્રિલે 468 કેસ હતા. અને માત્ર 5 દિવસમાં જ ડબલ એટલે કે 17 એપ્રિલે 1021 કેસ થઈ ગયા છે.

Image Source

તો બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો જી એચ રાઠોડના દિકરાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેથી સુપ્રીટેન્ડન્ટને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં વધુ 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 ડોક્ટર અને 1 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એલ.જી. હોસ્પિટલના ડોક્ટર્સ સહિત કુલ 10 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે પણ એક પ્રોફેસર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Image source

અમદાવાદની તારીખ પ્રમાણે કેસની વાત કરવામાં આવે તો 10 તારીખે 197, 12 તારીખે 282, 13 તારીખે 320, 14 તારીખે 373, 15 તારીખે 450, 16 તારીખે 545 એ 17 તારીખે 590 કેસ છે.

Image source

મદાવાદ 545, વડોદર 137, સુરત 102, રાજકોટ 29, ભાવનગર 26, આણંદ 26, ગાંધીનગર 17, પાટણ 15, ભરૂચ 21, પંચમહાલ 08, બનાસકાંઠા 06, નર્મદા 11, છોટાઉદેપુર 06, કચ્છ 04, મહેસાણા 04, પોરબંદર 03, ગીર-સોમનાથ 02, દાહોદ 03, ખેડા 03, જામનગર 01, મોરબી 01, સાબરકાંઠા 01, સાબરકાંઠા 01, મહિસાગર 01, અરવલ્લી 01 કેસ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.