ખબર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 394 નવા પોઝિટિવ કેસ-23નાં મોત, મૃત્યુને લઈને આવ્યા સારા સમાચાર- જાણો બધું જ

સમગ્ર વિશ્વમાં કોરોનથી હજારો લોકો મૃત્યુ અમે છે. છેલ્લા સાત દિવસની અંદર આજે ગુજરાતમાં કોરોનાને કારણે સૌથી ઓછા લોકોનાં મોત થયા છે. આને આજની અપડેટ જોઈએ તો ગુજરાતમાં આજે કોરોનાના કુલ કેસનો આંકડો 7794 પર પહોંચી ગયો છે. S જયંતી રવિએ જણાવ્યું કે, છેલ્લાં 7 દિવસમાં સૌથી ઓછા આજે મૃત્યુ થયા છે. આજે કુલ 23 લોકોનું આજે મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 394 નવા કોવીડ ૧૯ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં 219 લોકો આજે ડિસ્ચાર્જ થયા છે. 15 દિવસમાં ડિસ્ચાર્જની ટકાવારી જોઈએ તો 457 % છે. ડિસ્ચાર્જની નવી પોલિસી આવી છે. 10 દિવસમાં કોઇ લક્ષણ ન હોય તો કોઈપણ જાતના ટેસ્ટ વગર દર્દીને ડિસ્ચાર્જ કરશે. રાજ્યમાં આજે કુલ એક્ટિવ કેસોમાં 5110 લોકો સ્ટેબલ છે. કોરોનાથી મૂંઝાવાની કે ગભરાવની જરૂરી નથી. આજે રાજ્યમાં કુલ 4263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ રાજ્યમાં 1 લાખ 9 હજાર 650 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજના કોવીડ ૧૯ ના નવા કેસો 394 ની વાત કરીએ તો અમદાવાદમાં 280, વડોદરામાં 28, સુરતમાં 30, રાજકોટમાં 2, ભાવનગરમાં 10, ગાંધીનગરમાં 22 , ભરૂચમાં 1, પંચમહાલમાં 2, બનાસકાંઠામાં 2, બોટાદમાં 2, ખેડામાં 2, જામનગરમાં 7, દાહોદમાં 1 અરવલ્લીમાં 4 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો હતો.

જિલ્લા વાઈઝ વાત કરીએ તો અમદાવાદમાં-5540, વડોદરામાં-493, સુરતમાં-854, રાજકોટ-66માં, ભાવનગરમાં-94, આણંદમાં-77, ગાંધીનગરમાં-119, પાટણમાં-24, ભરૂચમાં-28, નર્મદામાં-12, બનાસકાંઠામાં-77, પંચમહાલમાં-59, છોટાઉદેપુરમાં-14, અરવલ્લીમાં-71, મહેસાણામાં-42, કચ્છમાં-7, બોટાદમાં-53, પોરબંદરમાં-3, ગીર-સોમનાથમાં-4, દાહોદમાં-20, ખેડામાં-29, મહીસાગરમાં-44, સાબરકાંઠામાં-17, નવસારીમાં-8, વલસાડમાં-6, ડાંગમાં-2, દ્વારકામાં-4, તાપીમાં-2, જામનગરમાં 23, જૂનાગઢમાં 2, મોરબી,સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. અમદાવાદમાં સ્થિતિ વણસી ગઈ છે. અમદાવાદમાં વધતા કેસને લઈને ગઈકાલે મોડી રાત્રે દિલ્હી એઇમ્સના ડો. રણદીપ ગુલેરિયા તથા તેમની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. ડો. રણદીપ ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો, જયંતિ રવિ, ડો. એમ.એમ પ્રભાકર સહિત સીનિયર ડોક્ટરો સાથે મળીને સારવારની માહિતી મેળવી હતી. ડોક્ટર ગુલેરિયાની સાથે ડો. મનીષ સૂનેજા પણ આવ્યા છે.

Image source

આ ટીમે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન એઇમ્સના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, અહીં હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવી રહી છે. જે લોકોમાં લક્ષણ જણાય તો તેમણે ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી પોતાની અને બીજાની જિંદગી બચાવી શકાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, મોડો ટેસ્ટ કરાવવાથી મૃત્યુનું જાખમ વધી જાય છે. કોરોનાની તાત્કાલીક સારવાર કરવાથી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. આ સાથે જ અમદાવાદમાં વધતા મૃત્યુદરને લઈને કહ્યું હતું કે, અહીં લોકો મોડા દાખલ થવાથી મૃત્યુદર વધ્યો છે. મોટી ઉંમરના લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હોસ્પિટલના ડોક્ટરો સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન પણ આપ્યું હતું. રાજ્યના સરકારી અને ખાનગી ડૉક્ટર સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. કોરોના સંક્રમણ સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ને પણ મળીને સઘળી વિગતો જાણી હતી.

Image source

આ મુલાકાત બાદ એઇમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ સામે લડવામાં ગુજરાત સરકારે જે પ્રયાસો કર્યા છે તે સરાહનીય છે. રાજ્ય સરકારે કોરોનાનો મૃત્યુદર ઘટાડવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.

કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસરવા લોકોને અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે લોકજાગૃતિ અને લોક સહકાર વિના આ જંગ જીતવી મુશ્કેલ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, લોક ડાઉનનો ચુસ્ત અમલ અને રક્ષણાત્મક પગલા અત્યંત જરૂરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.