ખબર

ભારતમાં ભયંકર કોરોનાની બીજી લહેર ક્યારે ખતમ થશે? ફેમસ વાયરોલોજિસ્ટે આપ્યા ખુશીના સમાચાર

કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ જાણીતા વાયરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે દાવો કર્યો છે કે, કોરોનાની બીજી લહેરમાં કેસ ઘટી રહ્યા છે પણ તેનુ પ્રમાણ પહેલી લહેરના પ્રમાણે બહુ ધીમુ છે. અત્યારથી એવુ પણ કહી શકાય નહીં કે આપણે કોરોનાની બીજી લહેરના પીક પર પહોંચી ગયા છે.

વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે જણાવ્યું કે કોરોનાની પહેલી લહેરમાં કોરોનાના કેસો જેમ ઘટવા લાગ્યા હતા તેમ કોરોનાની બીજી લહેરમાં નહીં ઘટે. તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધી તો ચાલશે જ.

એક ઓનલાઈન કાર્યક્રમને સંબોધતા શાહિદ જમીલે કહ્યું કે કોરોનાની બીજી લહેર ચરમ સીમા પર છે તે કહેવું જલ્દી હશે. સંક્રમણ પર કાબૂ મેળવવો એટલો સરળ નથી. તે હજુ લાંબો સમય ચાલશે અને જુલાઈના અંત સુધીમાં તે શક્ય બની શકે છે. જેનો અર્થ એ થયો કે ભલે કર્વ ઘટવા લાગ્યો છે પરંતુ આવનારા દિવસોમાં આપણે દરરોજ મોટી સંખ્યામાં સંક્રમણ સામે ઝઝૂમવું પડશે.