અમેરિકાના પ્રમુખનું અનુમાન કે થઇ શકે છે 1 લાખ મોત..ટ્રમ્પ પણ આક્રમક મૂડમાં આવીને કહી હજુ એક મોટી વાત

0

વિશ્વ આખું કોરોનાના રોગચાળાથી ત્રાસી રહ્યું છે. આ વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2 લાખ 39 હજારને વટાવી ગઈ છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 34 લાખને પાર કરી ગઈ છે. જો કે દસ લાખથી વધુ લોકો સાજા થયા છે. વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકામાં મૃતકોની સંખ્યા 65 હજારને વટાવી ગઈ છે અને 11 લાખ 31 હજારથી વધુ લોકો સંક્રમિત છે.

અમેરિકામાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધતી જ જાય છે. જોન હોપકિન્સના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં અહીં 1883 લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 67 લાખ લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી ચુક્યો છે. જયારે 1.61 લાખથી વધુ લોકોએ કોરોનાને માટે આપીને સ્વસ્થ થઇ ચુક્યા છે. અમેરિકામાં સૌથી વધુ સંક્રમિત ન્યુયોર્ક છે, જ્યાં મૃત્યુઆંક 24,069 પર પહોંચી ગયો છે.

ન્યૂઝ એજન્સી એએફપીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાંકીને જણાવ્યું છે કે તેમણે કોરોના દર્દીઓની સારવાર માટે ગિલિયડની રેમેડિસિવર ડ્રગનો યુએસમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પએ એવું અનુમાન પણ કર્યું કે યુએસમાં કોરોના વાયરસથી એક લાખથી વધુ લોકોના મોત થશે.

સાથે જ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે અમેરિકા કોરોનાથી થતા મૃત્યુનો આંકડો એક લાખથી ઓછો રાખવામાં સફળ થશે. જણાવી દઈએ કે અમેરિકા ચીન પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કરી રહ્યું છે. અમેરિકાનું માનવું છે કે ચીન કોરોનાના સંક્રમણને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

ડૉલર સતત મજબૂત થઇ રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકન ડોલર હાલમાં ખુબ જ મજબૂત છે અને તેનું મહત્વ સતત વધી રહ્યું છે. ડૉલરની મજબૂતી ઐતિહાસિક સ્તર પર છે, માટે અમે ઝીરો ઇન્ટ્રસ્ટ રેટ પર રૂપિયા આપી રહ્યા છે. અમને ડૉલરની મજબૂતીને જાળવી રાખવાની છે. ચીનને રૂપિયા આપવા માટે જે વાયદો છે તેના ચૂકવણીમાં વધારે ટૈરિફ લગાવવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.