ખબર

પોલીસે ડોક્ટરનો હાથ બાંધીને ખરાબ રીતે કરી પીટાઈ, કારણ જાણીને મગજ ગુમાવી દેશો

આંધ્રપ્રદેશના વિઝાગમાં પોલીસ દ્વારા એક ડોક્ટરને ઘસેડીને ખરાબ રીતે પીટવાનો મામલો સામે આવ્યો છે, જેને લગતો સોશિયલ પર એક વિડીયો પણ વાયરલ થયો છે.

ડોક્ટર કે સુધાકરને ગયા મહિને જ પીપીઈની કમી માટે ફરિયાદ કર્યા બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેમને પોલીસ દ્વારા પીટવામાં આવ્યા છે. તેમનો જે વિડીયો સામે આવ્યો છે એમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે ડોકટરના શરીર પર કોઈ કપડાં નથી ને તેમના હાથને પીઠ પાછળ બાંધવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પીટવામાં આવી રહયા છે.

વિઝાગ પોલીસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ડોક્ટર નશાની હાલતમાં હતા અને તેમને પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો. તેમને એક કોન્સ્ટેબલનો મોબાઈલ છીનવી લીધો અને ફેંકી દીધો. સ્પષ્ટ રીતે એ કેટલીક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પીડિત છે.

પોલીસે જણાવ્યું કે તેમને કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. દારૂના નશામાં ડોકટરે એક બાઈક સવારને ટક્કર પણ મારી દીધી. જયારે તેમને રોકવામાં આવ્યા તો તેઓ પોલીસ સાથે દલીલ કરવા લાગ્યા. તેમને રસ્તા પર ખાવાનું ફેંકી દીધું સાથે જ પોતાનો શર્ટ કાઢીને બૂમો પાડવા લાગ્યા. તેમને ખૂબ જ મુશ્કેલીથી કાબૂમાં કરવામાં આવ્યા.

પોલીસે જણાવ્યું કે ડોક્ટર સુધાકરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા, જ્યાં હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું કે ડોક્ટરને સાંજે લાવવામાં આવ્યા જ્યાં ગંધથી જ ખબર પડતી હતી કે ડોક્ટર નશાની હાલતમાં હતા. નાશને કારણે એ અમને સહયોગ આપતા ન હતા અને બધાને ગાળો આપતા હતા. પછી પણ તેમની પલ્સ, બીપી ચેક કરવામાં આવ્યું અને આલ્કોહોલની માત્રા જાણવા માટે બ્લડ સેમ્પલ ફોરેન્સિક લેબ મોકલવામાં આવ્યું.

એક અહેવાલ અનુસાર, પોલીસે એમ પણ કહ્યું કે સુધાકરની પીટાઈ કરનાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.