આ પોલીસકર્મીએ ગયું સુરીલા અવાજમાં એવું શાનદાર ગીત કે સાંભળીને સૌ કોઈ થઇ ગયા મદહોશ, વીડિયો તમારું પણ દિલ જીતી લેશે.. જુઓ

પોલીસકર્મીનો સુરીલો અવાજ સાંભળીને ઘાયલ થયા લોકો, “તું જાને ના” ગીતને એટલું સુંદર રીતે ગાયું કે તમે પણ ફેન બની જશો… જુઓ વીડિયો

A policeman sing a melodious song : આપણા દેશમાં કેટલાય લોકો એવા છે જેમનામાં ભરપૂર ટેલેન્ટ પડેલો છે. પરંતુ કેટલાક કારણો સર એ ટેલેન્ટ બહાર નથી આવી શકતો. અને તે વ્યક્તિ કોઈ અન્ય ફિલ્ડમાં જોડાઈ જતું હોય છે. પરંતુ એ ફિલ્ડમાં પણ તક મળતા જ તે પોતાના ટેલેન્ટને બહાર લાવતા હોય છે. ત્યારે હાલ એવા જ એક પોલીસકર્મીનો ટેલેન્ટનો વીડિયો સામે આવ્યો છે.

વાયરલ વીડિયોમાં એક પોલીસકર્મી  પોતાના સુરીલા અવાજથી લોકોના દિલ જીતી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ દિલ્હી પોલીસ વિભાગમાં કામ કરતા રજત રાઠોડની. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગાતી વખતે વીડિયો શેર કરે છે. રજત પોતે પણ ગિટાર વગાડે છે. લોકો તેનો અવાજ ખૂબ પસંદ કરી રહ્યા છે. તેણે ‘તુ જાને ના’ ગીત ગાતો એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં રજતની સાથે કેટલાક અન્ય પોલીસકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. કેટલાક પિયાનો વગાડી રહ્યા છે તો કેટલાક ડ્રમ વગાડતા જોવા મળે છે. તે ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાનીનું એક ગીત ગાય છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને રણબીર કપૂરે કામ કર્યું હતું. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rajat Rathor (@rajat.rathor.rj)

લોકો આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે અને રજતના વખાણ કરતા થાકતા નથી.  વીડિયોની ઉપરના કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમે તમારા પેશન અને ફરજને બરાબર ચાહો છો.’ લોકો રજત રાઠોડના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, ‘કોણ કહે છે કે નોકરીમાં રસ ખતમ થઈ જાય છે, જો લોકો રસપ્રદ હોય, તો વ્યક્તિ નોકરીમાં જીવનનો આનંદ માણી શકે છે.”

Niraj Patel