વાયરલ

એક મહિલાએ તોડ્યો કોવિડનો નિયમ, પોલિસવાળાએ કિસ કરી છોડી દીધી, થયો સસ્પેંડ, સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદ

પેરૂનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જયાં એક પોલિસકર્મીને એ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો કેમ કે તેણે કોરોનાના નિયમનું ઉલ્લંઘન કરનાર એક મહિલાને દંડ કરવાની જગ્યાએ કિસ કરીને છોડી દીધી. આ ઘટના ત્યાં લાગેલા cctv કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

એક ટીવી ચેનલે આ ઘટાનાનો વીડિયો શેર કર્યો છે અને ડેઇલી મેલમાં આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો જેની શરૂઆતમાં પોલિસકર્મી મહિલાની જાણકારી પોતાના નોટપેડ પર લખતો નજરે પડી રહ્યો છે.

પરંતુ આ દરમિયાન મહિલા પોલિસકર્મીની ખૂબ જ નજીક આવી જાય છે. બાદમાં થોડી જ સેકન્ડમાં પોલિસકર્મી અને મહિલા બંને એકબીજાને કિસ કરે છે.

જુઓ વીડિયો